શહેરા નગરમાં ઇદે મિલાદુન્નબીના તહેવારની મુસ્લિમ બિરાદરો દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી અને જુલુસ રૂપી રેલીઓમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા.
શહેરા
પંચમહાલ જિલ્લાના શહેરા નગર વિસ્તારમાં ઇદે મિલાદુન્નબીના તહેવારની મુસ્લિમ બિરાદરો દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. શહેરા ના વિવિધ વિસ્તારોમાં ઇદે મિલાદુન્નબી તહેવારની ઉજવણીના ભાગરૂપે જુલુસ રૂપી રેલી નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા.
સમગ્ર વિશ્વને એકતા અને શાંતિનો સંદેશો આપનારા ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહો અલયહિ વસલ્લમના સાહેબના જન્મદિવસે ઇદે મિલાદુન્નબીની પ્રતિ વર્ષ મુસ્લિમ સમાજ દ્વારા શાનો શૌકતથી ઉજવણી કરવામાં આવે છે. આ પ્રસંગે શહેરા મા ઠેર-ઠેર સજાવટ કરી આમ ન્યાઝ, ધર્મસભા સહિતના કાર્યક્રમો આયોજીત કરવામાં આવ્યા હતાં. અને શહેરામાં ઉત્સાહભેર ઇદે મિલાદની ઉજવણી કરાઈ હતી. જેમાં ઇદે મિલાદનું જુલુસ શહેરાના કાનુગાહ બાબા ની દારગાહ ખાતેથી નીકળી મસ્જિદ મા બાલ મુબારક ની જિયારત કરાવી જુલૂસ નીકળ્યું હતું .
શહેરા નગરમાં મુસ્લિમ સમાજ દ્વારા વિવિધ વિસ્તારોમાં આવેલી દરગાહો, મહોલ્લા, મસ્જિદો અને શેરીઓને રોશનીથી શણગારી ઠેર ઠેર લાઈટીંગ-પોસ્ટરો લગાવી સજાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઇદે મિલાદુન્નબી કમિટીના સભ્યોએ દરેક બિરાદરોને શુભેચ્છાઓ પાઠવીને શાંતિ પૂર્ણ માહોલમાં તહેવારનું પરત દારગાહ પાસે સમાપન કરવામાં આવ્યું હતું.
બાઈટ. મોલાના સલીમ અસરફી સાહબ
રિપોર્ટર વિનોદ પગી પંચમહાલ શહેરા
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.