શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યે શ્રાવણના ત્રીજા સોમવારે ભાવિકોનો ભક્તિ સમુદ્ર - At This Time

શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યે શ્રાવણના ત્રીજા સોમવારે ભાવિકોનો ભક્તિ સમુદ્ર


શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યે શ્રાવણના ત્રીજા સોમવારે ભાવિકોનો ભક્તિ સમુદ્ર
-----
દિવસ દરમિયાન ભક્તોનો અવિરત પ્રવાહ શરૂ રહ્યો
-----
સોમનાથ મહાદેવને 50,000 રૂદ્રાક્ષથી વિશેષ શૃંગાર કરવામાં આવ્યો
-----
શ્રી સોમનાથ યજ્ઞશાળા ખાતે મહામૃત્યુંજય યજ્ઞમાં 13 હજાર થી વધુ આહુતી આપવામાં આવી

તા.04-09-2023, શ્રાવણ કૃષ્ણ પંચમી, સોમવાર

શિવ આરાધનાનો પરમ પર્વ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ત્યારે સોમનાથ મંદિરમાં સવારે 4 વાગ્યાથી સાંજ સુધીમાં 35,000 થી વધુ ભાવિકોએ મહાદેવના દર્શન કર્યા હતા. સોમનાથના માર્ગો હર હર મહાદેવના નાદ થી ગુંજી ઉઠેલા. આજરોજ રૂદ્રાભિષેક, બિલ્વપૂજા, ગંગાજળ અભષેક, મહામૃત્યુંજય જાપ સહિતની 1500 જેટલી પુજા નોંધાયેલી હતી. સાથે જ 40 ધ્વજારોહણ, 42 સોમેશ્વર મહાપુજા નોંધાયેલી હતી.

રૂદ્રાક્ષ ભગવાન શિવજી ને અતિપ્રીય છે જે ભગવાન ના અશ્રુમાથી ઉત્પન્ન થયેલ છે, આજે વિશેષ રૂદ્રાક્ષ શૃંગાર ના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.