ભરવાડ બંધુ પર ઈકકોમાં ઘસી આવેલા ચાર શખ્સોનો હુમલો - At This Time

ભરવાડ બંધુ પર ઈકકોમાં ઘસી આવેલા ચાર શખ્સોનો હુમલો


મહિકા પાસે ભરવાડ બંધુ પર ઈકકોમાં ઘસી આવેલા ગઢડા (સ્વામી) ના ચાર શખ્સોએ પાઈપથી હુમલો કરતાં સારવારમાં ખસેડાયા હતાં. બનાવ અંગે આજીડેમ પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.
બનાવ અંગે માંડાડુંગર આજીડેમ ચોકડી પાસે સુંદરમ પાર્ક શેરી નં.3 માં બીપીનભાઈ રાજુભાઈ સાટિયા (ઉ.વ.32) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે હરેશ વશરામ સાટીયા અને હકા રાણા, વિજય અરજણ સાટીયા અને હમીર સાટિયા (રહે. તમામ નાના ઝીંઝાવદર, ગઢડા (સ્વામીના) નું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ પાણીની રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવુ છે.
ગઈકાલે બપોરના તેઓ નાના ભાઇ વિપુલ સાથે બાઇકમાં મહિકા ગામમાં આવેલ વાડીએ જતા હતા ત્યારે મહિકા ગામના તળાવ પાસે પહોચતા એક નંબર વગરની ઇકો ગાડી તેઓની આગળ થયેલ અને ઉભી રાખી તેમાથી હરેશ સાટિયા લોખંડનો પાઇપ લઈ નીચે ઉતરેલ અને અગાઉના ઝગડાનો ખાર રાખી ગાળો આપી પાઇપ વડે માર મારવા લાગેલ હતાં. તેમજ હકા સાટિયા અને વિજય સાટિયા હાથમા ધોકો લઇ નીચે ઉતરી માર મારવા લાગેલ અને તેની સાથેના હકભાઈ, હમીરભાઈ ઢીકાપાટુનો માર મારવા લાગેલ હતાં.
દરમિયાન તેનો નાનો ભાઇ વિપુલ વચ્ચે પડતા હમીરે તેની પાસે રહેલ છરી કાઢી ડરાવવા લાગેલ અને ત્યા અન્ય શખ્સો ભેગા થઈ જતા ચારેય આરોપી ઇકો ગાડી લઈ ભાગી ગયેલ હતાં. બનાવ બાદ ઇજાગ્રસ્તને સારવારમાં 108 મારફતે સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
વધુમાં ઇજાગ્રસ્તે જણાવેલ કે, હરેશ સાટિયાએ અગાઉના ઝગડાનો ખાર રાખી હુમલો કર્યો હતો. બનાવ અંગે આજીડેમ પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.