નેત્રંગ તાલુકામાં સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત રજૂ થયેલા પ્રશ્નોનો હકારાત્મક નિકાલ.. - At This Time

નેત્રંગ તાલુકામાં સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત રજૂ થયેલા પ્રશ્નોનો હકારાત્મક નિકાલ..


નેત્રંગ : પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં કોઈ પણ અરજદાર વ્યકિતગત પ્રશ્ન કે જેમાં કોર્ટ મેટર, નિતિવિષયક અને સર્વિસ મેટર સિવાયના કામોનો નિકાલ સંબંધિત કચેરીમાં થતો ન હોય તો તેવા કામોનો નિકાલ આ કાર્યક્રમમાં કરવામાં આવે છે. જે મુજબ ભરૂચ જિલ્લાના દરેક તાલુકાકક્ષાએ આ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.

દર મહિનાના ચોથા બુધવારે સમગ્ર રાજ્યમાં તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવે છે. આ કાર્યક્રમમાં તાલુકાના નાગરિકો દ્વારા વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવે છે જે પ્રશ્નોનું આ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદાર નાગરિકો અને સંબંધિત અધિકારીઓની હાજરીમાં સાંભળીને તેનું નિરાકરણ લાવવામાં આવે છે.

જેને અનુલક્ષીને નેત્રંગ મામલતદાર રીતેશભાઈ કોંકણીના અધ્યક્ષસ્થાને તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તાલુકાના અરજદાર દ્વારા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. તાલુકા સ્વાગત અંતગર્ત તાલુકા કક્ષાએથી ઉપસ્થિત અરજદારોના વણઉકેલ્યા પ્રશ્નોને સાંભળી સંબંધિત અધિકારીઓ સાથે વિગતે ચર્ચા કરી અરજદારોના પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું. આમ, તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત આવેલ ૧૩ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે.


9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.