અર્જૂન પાર્ટી પ્લોટ પાસે ચોરાઉ બાઈક સાથે અમરેલીનો શખ્સ ઝડપાયો - At This Time

અર્જૂન પાર્ટી પ્લોટ પાસે ચોરાઉ બાઈક સાથે અમરેલીનો શખ્સ ઝડપાયો


રાજકોટ તાલુકા પોલીસે કરણ અર્જૂનને પાર્ટી પ્લોટ પાસેથી ચોરાઉ બાઈક સાથે અમરેલી પંથકનાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનના બનાવનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે.
પી.આઈ.ડી.એમ.હરિપરાનાં માર્ગદર્શન હેઠળ રે.કોન્સ અજય ભુંડીયા, ઉગાભાઈ બાળાએ પેટ્રોલીંગ દરમિયાન ન્યુ 150 ફુટ રીંગરોડ, કરણ અર્જુન પાર્ટી પ્લોટ આગળ શ્રીનાથજી ચોકમાં શંકમંદ હાલતમાં મુકેશ ગોરા પંચાળા (ઉ.વ.37) રે-પ્રતાપપરા તા.જિ.અમરેલીને ઝડપી લઈ પુછપરછ કરતા બાઈક નં.જી.જે.03 ડીકયુ 9014 છ દિવસ પહેલા ગોંડલ માર્કેટ યાર્ડ પાસેથી ચોરી કરેલ હોવાની કબુલાત આપતા અટકાયત કરી ગોંડલ બી ડિવિઝન પોલીસને હવાલે કરવા તજવીજ હાથ ધરી છે.
પોલીસ ઈન્સ ડી.એમ.હરિપરા તથા પો.હેડ.કોન્સ કૌશેન્દ્રસિંહ રણજીતસિંહ ઝાલા તથા હરપાલસિંહ જશુભા જાડેજા તથા અજયભાઈ ભગવાનજીભાઈ ભુંડીયા તથા કુલદિપસિંહ મહીધરસિંહ જાડેજા તથા પો.કોન્સ સંજયભાઈ વિરજીભાઈ માંડાણી તથા નિકુંજભાઈ ધીરજલાલ મારવીયા તથા બળભદ્રસિંહ સુરૂભા જાડેજા તતા ઉગાભાઈ રવજીભાઈ બાળા તથા જયપાલસિંહ હરદેવસિંહ જાડેજા તથા મહાવિરસિંહ ધીરૂભા જાડેજા તથા અક્ષયભાઈ રાજેશભાઈએ કરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.