શેરબજારમાં ટ્રેડીંગ કરી રૂપીયા કમાવવાની લાલચમાં રાજકોટ એઇમ્સના લેબ ટેકનિશિયને રૂા.85700 ગુમાવ્યા - At This Time

શેરબજારમાં ટ્રેડીંગ કરી રૂપીયા કમાવવાની લાલચમાં રાજકોટ એઇમ્સના લેબ ટેકનિશિયને રૂા.85700 ગુમાવ્યા


શેરબજારમાં ટ્રેડીંગ કરી રૂપીયા કમાવવાની લાલચમાં રાજકોટ એઇમ્સના લેબ ટેકનિશિયને રૂ.85700 ગુમાવ્યાં હતાં. લેબ ટેકનિશિયનને અજાણ્યાં નંબર પરથી આવેલ કોલ બાદ વિશ્વાસમાં આવી પોતાનું એકાઉન્ટ આપી દેતાં રૂ.1 લાખ ગુમાવ્યાં બાદ ગયેલ લોસ રિકવર કરવાં ગઠિયાએ વધું રૂપીયા પડાવ્યાં હતાં. બનાવ અંગે સાયબર ક્રાઇમમાં ગુનો નોંધાયો હતો.
બનાવ અંગે રાજકોટમાં 150 ફુટ રીંગ રોડ પરીશ્રમ સત્કાર સ્કુલની બાજુમા રહેતા સાગર શંભુભાઈ સાવલીયા (ઉ.વ.30) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે મો. નં.<a href="tel:9016963853">9016963853 ના ધારક બ્રિજેશ જેન્તીલાલ મારવાણીયા અને બે અલગ અલગ બેંક ધારકના નામ આપતા સાયબર ક્રાઈમ પોલીસે આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ જામનગર રોડ પર આવેલ એઈમ્સમાં લેબ ટેક્નીશીયન તરીકે કામ કરે છે. તેમજ તેઓ એસબીઆઈ બેંકમાં એકાઉન્ટ ધરાવે છે. એક વર્ષ પહેલા તેમના મોબાઈલ નંબર પર મો.ન.<a href="tel:9016963853">9016963853 પરથી કોલ આવેલ અને પોતાનુ નામ બ્રીજેશ મારવાણીયા જણાવેલ અને શેરબજારમા ટ્રેડીંગ કરવા માટે કહ્યું હતું.
ફરિયાદીએ તેમના કહેવા પ્રમાણે પોતાનું ડીમેટ એકાઉન્ટ ટ્રેડીંગ કરવા માટે આપેલ તેના આઈડી પાસવર્ડ પણ આપી દીધેલ હતાં. જેમા તે વ્યક્તીએ પોતાની રીતે ઓપ્શન ટ્રેડીંગ કરતા એક અઠવાડીયામા રૂ.1 લાખનો લોસ આવેલ હતો.
બાદમાં તે વ્યક્તીને જણાવતા તેમને જણાવેલ કે, તમારે જો થયેલ લોસ રીકવર કરવો હોય તો તમારે મારા બેંક ખાતામા પૈસા ટ્રાન્સફર કરવા પડશે તો તમારો થયેલ લોસ હુ રીકવર કરી આપીશ, જેથી તેના પર વિશ્વાસ આવતા તેમનાં બેંક એકાઉન્ટમાં તા.07/06/2023 ના રૂ.5 હજાર, તા.08/06/2023 ના રૂ.8700, તા.09/06/2023 ના રૂ.2 હજાર તેમજ અન્ય એક એકાઉન્ટમાં અલગ અલગ તારીખે ટ્રાન્જેકસનથી કુલ રૂ.85700 તેમના બતાવ્યા પ્રમાણે ટ્રાન્સફર કરેલ હતાં.
પરંતુ બાદમાં પણ કોઈ પ્રકારનો પ્રોફીટ મળેલ નહી, તેમજ તેઓએ નાખેલા પૈસાનો ટોટલ લોસ થઈ ગયેલ છે તેમ કહેતાં તેમને ફરીવાર તે લોસ જો રીકવર કરવો હોય તો તમારે હજી વધારે ઈન્વેસ્ટમેન્ટ કરવુ પડશે અને વધુ પૈસાની માંગણી કરતા હોય જેથી સામેવાળા વ્યકતી પર શંકા જતા ફ્રોડ થયાનું સામે આવ્યું હતું. બાદમાં તુરંત ઓનલાઈન ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી સાયબર ક્રાઈમે ગુનો નોંધી પીઆઈ આર.જી.પઢીયાર અને ટીમે ગુનો ડિટેકટ કરવાં તપાસનો ધમધમાટ આદર્યો હતો.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.