બાલાસિનોર ની એસ ટી બસને સુરતમાં અકસ્માત નડ્યો - At This Time

બાલાસિનોર ની એસ ટી બસને સુરતમાં અકસ્માત નડ્યો


યુવક ના મોત, સીસીટીવી સામે આવ્યા

સુરતમાં ઉધના રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં રસ્તા પરથી ફુલ સ્પીડમાં ટૂ-વ્હીલર લઈને જતો યુવક બસ અને એક બાઈક વચ્ચેથી ઓવરટેક કરવા જઈ રહ્યો હતો. આ દરમિયાન તેનું ટૂ-વ્હીલર અચાનક બસ બાજુ સ્લીપ થતાં બસના પછળના વ્હીલમાં આવી ગયું હતું. યુવક પરથી બસનું વ્હીલ ફરી વળતાં યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે રસ્તા પર ટૂ-વ્હીલરચાલક બીજા ટૂ-વ્હીલરને ઓવરટેક કરી રહ્યો હતો. આ સમયે એસટી બસ પણ બાજુમાંથી પસાર થઈ રહી હતી. જોકે ઓવરટેક કરતા યુવકના ટૂ-વ્હીલરનું આગળનું વ્હીલ એસટી બસ સાથે અથડાતાં તે સ્લીપ થઈ ગયો હતો અને એસટી બસ તરફ પટકાયો હતો, આથી એસટી બસનું પાછળનું વ્હીલ તેના પર ફરી વળ્યું હતું અને ઘટનાસ્થળે જ યુવકનું મોત નીપજ્યું હતું. GJ-18-Z-615 નંબરની સાપુતારા-બાલાસિનોર રૂટની એસટી બસ હતી. પ્રાપ્ત વિગત મુજબ મૂળ રાજસ્થાન અને ઉધના વિસ્તારમાં આવેલી આશાનગર સોસાયટીમાં 22 વર્ષીય ચિરાગ ભૂપેન્દ્ર જૈન આજે સવારે ઘરેથી રિંગ રોડ ખાતે કોઈ કામ અર્થે જઈ રહ્યો હતો. દરમિયાન ઉધના વિસ્તારમાં ટૂ-વ્હીલર લઈને પસાર થઈ રહ્યો હતો. ચિરાગ એક બાઈક અને એક એસટી બસને ઓવરટેક કરવા જતાં સંતુલન ગુમાવ્યું હતું અને રોડ પર પટકાયો હતો. દરમિયાન પસાર થઈ રહેલી એસટી બસના પાછળના વ્હીલમાં આવી જતા કચડાઇ ગયો હતો.


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.