૧૫ થી ૩૫ વર્ષની વય ધરાવતા અનુસુચિત જાતિના યુવક યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર જુલાઇ માસમાં યોજાશે*
*૧૫ થી ૩૫ વર્ષની વય ધરાવતા અનુસુચિત જાતિના યુવક યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર જુલાઇ માસમાં યોજાશે*
------------------
*અનુસુચિત જાતિના યુવક યુવતીઓને આ શિબીરમાં વધુને વધુ જોડાવવા બોટાદ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની જાહેર અપીલ*
------------------
*શિબિરનો લાભ લેવા ઇચ્છુક શિબિરાર્થીઓએ તા.૫ મી જુલાઇ સુધીમાં ફોર્મ ભરીને જિલ્લા રમત ગમત કચેરીએ જમા કરાવવાનું રહેશે*
------------------
માહિતી બ્યુરો,બોટાદ તા.૨૯ :- રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા આયોજીત “આઝાદી કા અમૃત્ત મહોત્સવ” અંતર્ગત રાજયમાં વસતા અનુસુચિત જાતિના ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવક યુવતીઓના સર્વાંગી વિકાસ માટે તા.૩૧/૧૨/૨૦૨૨ ને ધ્યાને રાખતા રાજ્ય સરકાર દ્વારા તાલુકા કક્ષાએ વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરની યોજના અમલમાં મૂકવામાં આવી છે. જે અન્વયે બોટાદ જિલ્લાના તમામ તાલુકાકક્ષાએ યુવક યુવતીઓ માટે નિયત કરેલ સ્થળે ૦૪ દિવસ માટે ૪૫ યુવક યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર જુલાઇ માસમાં યોજવામાં આવશે.
આ શિબિર દરમિયાન શિબિરાર્થીઓના વ્યક્તિગત વિકાસ માટે યુવક મંડળની સ્થાપના, રચનાની કાર્ય પધ્ધતિ, પંચાયતી માળખાનો ખ્યાલ, નેતૃત્વ અંગેના ગુણોની ચર્ચા, સામાજિક દૂષણો સામે વિરોધ, રાષ્ટ્રીય એકતા તેમજ યુવક યુવતીઓની શક્તિઓને રચનાત્મક માર્ગે વાળવા અંગે તજ્જ્ઞો દ્વારા વિવિધ સમાજ તેમજ માર્ગદર્શન આપવામાં આવશે. જ્યારે શિબિરાર્થીઓના શારીરિક-માનસિક તેમજ આધ્યાત્મીક વિકાસ માટે યોગ શિક્ષકો દ્વારા વિવિધ પ્રકારના આસનોના પ્રત્યેક જ્ઞાન દ્વારા સમજ આપવામાં આવશે.
શિબિરાર્થીઓને શિબિરના સ્થળે આવવા-જવાનો પ્રવાસ ખર્ચ, ભોજન તેમજ નિવાસ ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા માત્ર અનુસુચિત જાતિના યુવક યુવતીઓએ ફોર્મ કચેરી પરથી મેળવી તા.૦૫/૦૭/૨૦૨૨ બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં જિલ્લા રમત ગમત કચેરી, જિલ્લા સેવા સદન એ/એસ/૧૩ ખાસ રોડ, બોટાદ કચેરીએ પહોંચતું કરવાનું રહેશે. તેમ, બોટાદ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.
૦૦૦૦
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.