રીક્ષામાં ખામીયુક્ત મીટર દૂર કરી ડિજિટલ લગાવ્યા. - At This Time

રીક્ષામાં ખામીયુક્ત મીટર દૂર કરી ડિજિટલ લગાવ્યા.


પોલિસ કમિશ્નર શ્રી ના જાહેરનામું કરવામાં આવતા રીક્ષા માં ડિજિટલ મીટર લગાવ્યા

રીક્ષા માં ડિજિટલ મીટર લગાવવા નો કેમ્પ કરવા બાબત...
અમદાવાદ રીક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા આજરોજ મેમનગર ફાયર સ્ટેશન ખાતે આશરે 100 થી પણ વધારે રીક્ષા ચાલકોમાં ડિજિટલ મીટર લગાવવામાં આવ્યું.
પોલીસ કમિશનર સાહેબશ્રી દ્વારા જે જાહેરનામું કરવામાં આવ્યું છે તેનું સમર્થન કરતા જે રીક્ષા માં મીટર લાગેલું નહોતું તેમજ જે રિક્ષામાં મીટર ખામીયુક્ત હતું તેવા રીક્ષા ચાલકોને આજરોજ નવું ડિજિટલ મીટર લગાવવામાં આવ્યું છે. સાથે જ યુનિયન દ્વારા પોલીસ કમિશનર સાહેબ શ્રી તેમજ સરકારી તંત્રને વિનંતી કરી છે કે જેમાં મીટર લાગેલા હોય તેવા રીક્ષા ચાલકોને હેરાનગતિ કરવામાં આવે નહીં. પ્રમુખ વિજય મકવાણા

રિપોર્ટ, નિતેશ બગડા, અમદાવાદ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.