વાગરા: દહેજની બેઈલ કંપનીમાં માદક પદાર્થોનો નાશ કરાયો.
ભરૂચ જિલ્લા પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ નોંધાયેલા 31 કેસમાં જપ્ત કરાયેલા નશીલા પદાર્થોનો નાશ કર્યો છે. દહેજ ખાતે આવેલી બેઈલ કંપનીમાં આ નાશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની અધ્યક્ષતામાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી પૂર્ણ કરી હતી. નાશ કરાયેલા નશીલા પદાર્થોની કિંમત રૂપિયા 4 કરોડ 43 લાખ 73 હજાર 503 આંકવામાં આવી છે. આ તમામ નશીલા પદાર્થો એનડીપીએસ એક્ટ હેઠળ નોંધાયેલા વિવિધ ગુનાઓમાં જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસે કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરીને આ માદક પદાર્થોનો નાશ કર્યો હતો.
રિપોર્ટર: સૈયદ શેર અલી
9978498188
આ પ્રકારના તમામ સમાચાર માટેે
