સત્ય પ્રેમ કરુણા માં અપાર વિશ્વાસ યુક્રેનની મારિયા બની કર્ણેશ્વરી. અપનાવ્યો સનાતન ધર્મ
સત્ય પ્રેમ કરુણા માં અપાર વિશ્વાસ
યુક્રેનની મારિયા બની કર્ણેશ્વરી. અપનાવ્યો સનાતન ધર્મ
ભારતીય હિન્દૂ ધર્મ સંસ્કૃતિ થી ખૂબ પ્રભાવિત સત્ય પ્રેમ કરુણા માં અપાર વિશ્વાસ વિધિ વિધાન અને વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે કર્યો હિન્દૂ ધર્મ અંગીકાર
નામ છે મારિયા રહેવાસી છે યુક્રેનની. જેનું રશિયા સાથે યુદ્ધ ચાલી રહ્યું છે. મારિયા આયુર્વેદ પર સંશોધન કરવા માટે ભારત આવી હતી. અહીં આવીને તેણીએ ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મ વિશે જાણકારી મેળવી. કેટલાંક વર્ષો સુધી સનાતન ધર્મ અને આયુર્વેદમાં શોધ કર્યા પછી છેવટે મારિયાએ સનાતન ધર્મનો અંગીકાર કર્યો. માહિતી પ્રમાણે મારિયાએ હરિયાણામાં આવેલા હલુવાસ ગેટ પાસે આવેલા એક આશ્રમમાં વૈદિક વિધિથી હિન્દુ ધર્મ અપનાવી લીધો. આ સાથે મારિયાએ પોતાનું નામ બદલીને કર્ણેશ્વરી રાખી લીધું. મહામંડલેશ્વર સંગમગીરી મહારાજ જણાવે છે કે સનાતન ધર્મના પ્રચાર-પ્રસાર માટે તે બ્રિટન, યુક્રેન અને જર્મની સહિત કેટલાય દેશોમાં જાય છે. જ્યાં તેમનાં ઘણાં શિષ્યો છે. હિન્દુ સંતના કહેવા પ્રમાણે વર્ષ ૨૦૧૬માં મારિયા યુક્રેનથી આયુર્વેદ પર શોધ કરવા માટે આવી હતી. આ શોધ દરમ્યાન તેણીને ભારતીય સંસ્કૃતિ અને આયુર્વેદ બંનેને જાણવાની તક મળી. એક દીકરો અને દીકરીની મા કર્ણેશ્વરીએ છેવટે સનાતન ધર્મ અપનાવી લીધો.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.