ચીની વાઇરસ સામે તંત્ર સચેત : સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે 200 બેડની તૈયારી
ચીનમાં ફેલાયેલા વાઇરસ સામે ભારતમાં સરકાર સચેત થઈ ગઈ છે. અત્યારથી જ આરોગ્ય વિભાગ સહિત તમામ સંબંધિત વિભાગોને એલર્ટ કરાયા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે ગાઈડ લાઈન જાહેર કરી દીધી છે. મેનપાવર, લોજીસ્ટીક, દવા, પીપીઇ કીટ વગેરે તમામ સુવિધાની તૈયારી રાખવા તમામ હોસ્પિટલોને સૂચના કરાઈ છે. આ વાઇરસ બાળકોમાં વધુ ફેલાય છે તેવા પ્રાથમિક અહેવાલો ચીન તરફથી મળી રહ્યા છે.
જેને લઈ બાળકો અંગે તકેદારી રાખવા સૂચનાઓ મળતા ચીની વાઇરસ સામે તંત્ર સચેત હોય, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે 200 બેડની તૈયારી રાખવામાં આવી છે. પેડિયાટીક્સ અને મેડીસીન એચઓડીને સૂચનો કરાયા છે. ઉપરાંત મેનપાવર, લોજીસ્ટીક, દવા, પીપીઇ કીટ, વોર્ડ, બીએસએ પ્લાન્ટ, લીકવીડ, ઓક્સિજન પ્લાન્ટ વગેરેની પુરતી સુવિધા અંગે તંત્રએ ખરાઇ કરી લીધી છે.
સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેનડેન્ટ ડો.આર. એસ. ત્રિવેદીએ જણાવ્યા મુજબ, નવા વાઇરસ માટે કરવાની થતી સારવાર અને સરકારની ગાઈડ લાઈન મુજબ સ્ટાફને ટ્રેનિંગ આપવા એચઆર મેનેજર તેમજ તમામ વિભાગના એચઓડીને સૂચના અપાઈ છે. આશરે 30 વિભાગો છે. જેના એચઓડી સાથે મિટિંગ કરી સરકારની ગાઈડલાઈન મુજબ પોઇન્ટ ટૂ પોઇન્ટ ચર્ચા કરે હતી.
ઓક્સિજનની ત્રણ મોટી ટેન્ક છે. જેની મોક ડ્રિલ કરાઈ હતી. બાયોકેમિસ્ટ લેબ, પેથોલોજી લેબ, માઇક્રોબાયોલોજી લેબ સંપૂર્ણ સુવિધાથી સજ્જ હોવાની ખરાઈ પણ કરી લેવાઈ છે
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.