કેદી જેલમાં જ મચ્છર મારવાની દવા ખાઈ ગયો
રાજકોટ જેલમાં રહેલા કેદીએ મચ્છર મારવાની ટ્યુબ ખાઈ લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાજકોટના ઇન્દિરાનગરમાં રહેતો સન્ની મહેન્દ્રભાઈ દાહીમા બે મહિના પહેલા મોબાઈલ ચોરીના ગુનામાં નંદા હોલ પાસેથી ઝડપાયો હતો. જે બાદ તેને કોર્ટ સમક્ષ હાજર કરી કોર્ટના આદેશથી પોલીસે જેલ હવાલે કર્યો હતો. આરોપી સન્નીને લાગતું હતું કે તેને જામીન મળવા પાત્ર છે અને જો જામીન અરજી થાય તો કોર્ટ જામીન અરજી મંજુર કરે તેવી સંભાવના છે.
જોકે, પુત્ર ચોરીના રવાળે ચડ્યો હોવાની પિતાને જાણકારી થતા તેવો ખૂબ વ્યથિત હતા. અને તેઓ એ વાતના હિમાયતી હતા કે થોડો સમય જેલમાં રહેશે તો પુત્રને સુધરી જવાનું ગુરુ જ્ઞાન મળશે. જેથી તેમના પિતાએ જેલમાં પુત્રને મળીને સ્પષ્ટ કહીં દીધું હતું કે, ભલે થોડા દિવસ જેલમાં રહે તો જ સુધરશે. જેથી પુત્ર સન્નીને લાગી આવતા તેને જેલમાં જ મચ્છર કરડે નહીં તે માટેની ક્રીમની ટ્યુબ લીધી હોય એ ટ્યુબનું પેસ્ટ તે ખાઈ ગયો હતો અને ઉલટી જેવું કરવા લાગતા જેલ તંત્રને જાણ થતાં તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.