રાજકોટ શહેરમાં વધુ 1390 કિલો વાસી અને અખાદ્ય ફરસાણને ઠેકાણે પાડતી મહાપાલિકા
વાવડીમાં માહી ફૂડ તેમજ માહી જનરલ ફૂડ નામની એક જ સ્થળે ચાલતી બે પેઢીમાં ફૂડ શાખાની તપાસ
દિવાળી નજીક આવતા જ મોટા પાયે ખાદ્ય પદાર્થોના ઉત્પાદન શરૂ થયા છે ખાસ કરીને આ સમયે ભેળસેળિયા અને નફાખોર તત્ત્વો બેફામ બની જાય છે. જેને લઈને રાજ્યભરમાં ભેળસેળિયા પદાર્થો પકડવા માટે ડ્રાઈવ કરવા સૂચના અપાઈ છે. રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખાએ છેલ્લા ઘણા સમયથી નાની પેઢીઓને બદલે મોટા મગરમચ્છો પર હાથ નાખવાનું શરૂ કરીને ટનના પ્રમાણે અખાદ્ય વસ્તુઓ પકડી છે તેમાં વધુ બે નફાખોર પેઢીઓમાંથી 1390 કિલો અખાદ્ય ફરસાણનો નાશ કરીને સેમ્પલ લેવાયા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.