ભાભર:બલોધણ નજીક પસાર થતી કેનાલ પરથી S.O.G એ અફીણના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો.
ભાભર તાલુકાના બલોધણ ગામ પાસેથી પસાર થતી કેનાલ ઉપર બાતમી આધારે એક સ્વીફ્ટ કાર માંથી એસ.ઓ. જી. ટીમે નાકાબંધી કરી અફીણનો જથ્થો પકડી પાડયો હતો,ભાભર તાલુકા વિસ્તારમાં એસ. ઓ. જી. ની
ટીમ પેટ્રોલિંગ માં હતી તે દરમિયાન ખાનગી રાહે બાતમી આધારે ભાભર તાલુકાના બલોધણ ગામ પાસેથી પસાર થતી કેનાલ ઉપર વોચ ગોઠવી હતી તે દરમિયાન એક સ્વીફટ કાર ને રોકી તલાસી લેતાં ગાડી માંથી અફીણ નો જથ્થો ૧૩૯૬ ગ્રામ મળી આવ્યો હતો. પોલીસે અફીણ નો જથ્થો કિંમત રૂ.૧,૩૯,૬૦૦/નો જથ્થો અને સ્વીફ્ટ કાર કબજે કરી કાર ચાલક આરોપી ગંગારામ સદારામ વિશ્વનોઈ રહે સરતાઉ સાંચોર રાજસ્થાન વાળા સામે ભાભર પોલીસ મથકે એસ.ઓ. જી. પી. એસ. આઈ. એ.જી. રબારી ની ફરીયાદ હકીકત આધારે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
- કામગીરી કરનાર અધિકારીશ્રીની વિગત
એન.કે.વિંઝુડા, પોલીસ ઈન્સપેકટર,ભાભર
એ.જી.રબારી i/c પો.ઈન્સ, એસ.ઓ.જી
વિષ્ણુજી.હેડ કોન્સ.,એસ.ઓ.જી.
દશરથભાઈ હેડકોન્સ એસ.ઓ.જી
જયંતીજી હેડ કોન્સ ભાભર
ખેમાભાઈ પો.કોન્સ.એસ.ઓ.જી
ગુલમહંમદ પો.કોન્સ.એસ.ઓ.જી
સગથાભાઈ પો.કોન્સ.એસ.ઓ.જી.
અરવિંદસિંહ પો.કોન્સ.એસ.ઓ.જી.
જયેશભાઈ પો.કોન્સ ભાભર
રજનીશભાઈ પો.કોન્સ એસ.ઓ.જી
9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.