અરવલ્લીના મોડાસામાં ભગવાન જગન્નાથ નગરચર્યા એ નીકળ્યા.
અરવલ્લીના મોડાસામાં ભગવાન જગન્નાથની ૪૨મી રથયાત્રા.
અરવલ્લી જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું.
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાન નગરચર્યાએ નીકળ્યા.
અરવલ્લી જિલ્લામાં ખુબજ ઉત્સાહભેર રથયાત્રાનું પ્રસ્થાન જિલ્લા કલેકટરશ્રી દ્વારા કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ મંદિરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો છે.ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ રથમાં બિરાજ્યા અને દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાનની નગરચર્યા સમયે રથયાત્રામાં અખાડા,ટ્રેક્ટર,અનેક ભજનમંડળીઓ જોડાઇ છે.ત્યારે સમગ્ર રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાન નગરચર્યાએ નીકળ્યા
અરવલ્લીના પ્રરિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભગવાન શામળિયાની ચાંદીના રથમાં રથયાત્રા કાઢવામાં આવી.નવા બનાવાયેલા ચાંદીના રથમાં ભગવાન શામળિયાની રથયાત્રા નિકળી.મંદિર પરિસરમાં જ ભગવાનની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું.મોટી સંખ્યામાં ભક્તો રથયાત્રામાં જોડાઈ ભગવાનના દર્શન કર્યા.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.