શ્રી મહેર મહિલા વિકાસ મંડળ દ્વારા મહેર જ્ઞાતિના વિદ્યાર્થીઓ અને બહેનો માટે વિવિધ ૪-૧ના સ્પર્ધાઓ યોજાશે - At This Time

શ્રી મહેર મહિલા વિકાસ મંડળ દ્વારા મહેર જ્ઞાતિના વિદ્યાર્થીઓ અને બહેનો માટે વિવિધ ૪-૧ના સ્પર્ધાઓ યોજાશે


સ્પર્ધામાં ભાગ લેવા માટેની નામ નોંધાવાની છેલ્લી તારીખ ૦૨/૦૧/૨૦૨૫ રાખવામાં આવેલ છે

ગોસા(ઘેડ), ૨૫/૧૨/૨૦૨૪
મહેર જ્ઞાતિ સમાજના વિદ્યાર્થીઓ અને બહેનોમાં રહેલી સુષુપ્ત શક્તિને બહાર લાવી જાગૃત કરવા અને અને મહિલાઓમાં સશક્તિકરણ ના ભાગ રૂપે શ્રી મહેર મહિલા વિકાસ મંડળ દ્વારા અવનવા કાર્યક્રમોનું આયોજન નિયમિત અવાર નવાર કરવામાં આવે છે. ત્યારે આવા ઉમદા હેતુસર દર વર્ષની જેમ આ સાલ પણ મહેર મહિલા વિકાસ મંડળ દ્વારા વિવિધ સ્પર્ધાઓનું આયોજન આગામી તારીખ ૦૪/૦૧/૨૦૨૫ ને શનિવારના બપોરના ૩:૦૦ થી ૬:૦૦ સુધી શ્રી માલદેવ રાણા કેશવાલા મહેર સમાજ ઝંડાળા, પોરબંદર ખાતે કરવામાં આવેલ છે.
શ્રી મહેર મહિલા વિકાસ મંડળ દ્વારા મહેર જ્ઞાતિના જ વિદ્યાર્થીઓ અને બહેનો માટે યોજાનાર વિવિધ સ્પર્ધાઓમાં શિયાળાના સમયમાં તેમની અનુરૂપ શિયાળુ વાનગી માટે બહેનોએ ગોળ અને ખાંડવાળી વાનગી બનાવવાની રહેશે. અને વાનગીની આ હરીફાઈ માં મહિલાઓએ વાનગી ઘરે થી બનાવી ને લાવવાની રહેશે. તેમજ જે વાનગી બનાવીને લાવે તેની સાથે રેસિપી અને નામ લખવાનું રહેશે.
મહેર સમાજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓની વિવિધ વકૃત્વ સ્પર્ધા માં વિભાગ-૧માં ધોરણ ૯ થી ૧૦, વિભાગ-૨ માં ધોરણ ૧૧ થી ૧૨ અને વિભાગ-૩ માં કોલેજના વિદ્યાર્થી ભાઈ-બહેનો ભાગ લઈ સકશે. વકૃત્વ સ્પર્ધા માટે વિદ્યાર્થીઓના પસંદગીના વિષયોની ચકાસણી માટે અગાઉથી નામની નોંધણી કરાવવાની જરૂરી રહેશે. સ્પર્ધા માટે કોઈ પણ જાતની પ્રવેશ ફી રાખવામાં આવેલ નથી સ્પર્ધામાં ભાગ લેવા માટે નામ નોંધાવાની છેલ્લી તારીખ ૦૨/૦૧/૨૦૨૫ ને ગુરૂવાર સુધી રાખવામાં આવેલ હોય ત્યાં સુધીમાં નામ નોંધાવી ભાગ લઈ શકશે.
વકૃત્વ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધક ને પાંચ મિનિટનો સમય આપવામાં આવશે. જેની દરેક સ્પર્ધકે ખાસ નોંધ લેવી. મહેર મહિલા વિકાસ મંડળ આયોજીત આ સ્પર્ધામાં ભાગ લીધેલ દરેક સ્પર્ધકે તારીખ ૦૪/૦૧/૨૦૨૫ ને શનિવારે બપોરના ૨:૩૦ વાગ્યાં સુધીમાં મહેર સમાજ ખાતે સ્થળ પર હાજર થવાનું રહેશે. આ માટે વધુ પુછ પરછ અને નામ નોંધાવવા માટે સંપર્ક સેતુ મહેર મહિલા વિકાસ મંડળના ઉપ પ્રમુખ શ્રીમતિ મંજુલાબેન કારાવદરા મો. ૬૩૧૬૫ ૨૯૬૮૫ તેમજ શ્રી મહેર મહેર વિદ્યાર્થી ભવન, એરપોર્ટ રોડ, માધવાણી કોલેજ સામે, શ્રી રામ પેટ્રોલિયમ સર્વિસ રોડ, પોરબંદર ખાતે સંસ્થા કાર્યાલયના મો. ૯૯૭૪૮ ૦૮૯૦૦ પર નામ નોંધાવી શકશો તેમજ અન્ય જાણકારી મેળવી શકાશે. તેવી અખબારી યાદી શ્રી મહેર મહિલા વિકાસ મંડળ પોરબંદર દ્વારા પાઠવવામાં આવી છે.

રિપોર્ટર:- વિરમભાઈ કે. આગઠ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.