આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વડનગરમાં ગીતા જયંતીની ઉજવણી કરવામાં આવી
આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વડનગરમાં ગીતા જયંતીની ઉજવણી કરવામાં આવી
શુક્રવારના રોજ સંસ્કૃત વિભાગદ્વારા ગીતા જયંતિ નિમિત્તે આચાર્યશ્રી ડૉ. દિલખુશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ' શ્રીમદ્ ભગવદ્ ગીતાની વ્યવહારિકતા ' વિષય પર તજજ્ઞ શ્રી ડૉ. અજમલભાઈ એસ. ગામીનું ( પ્રોફેસર, આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, ચાણસ્મા)વ્યાખ્યાન યોજાયું હતું. કાર્યક્રમનો આરંભ સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો.આચાર્યશ્રીએ વકતાશ્રીનું શાબ્દિક સ્વાગત કર્યુંહતું. ૪ વિદ્યાર્થીઓએ ગીતા વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા. ૧૫૭ વિદ્યાર્થીઓએ આ રસપ્રદ વ્યાખ્યાન સાંભળ્યું હતું. ડૉ. અજમલભાઇ ગામીએ વિવિધ દૃષ્ટાંતો વડે રસાળ શૈલીમાં ગીતાની વ્યવહારજીવનમાં ઉપયોગિતા સમજાવી હતી. આ વિદ્યાર્થીઓને ડૉ. જ્યોત્સના રાવલ અને ડૉ. શરદ દરજીએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આભાર વિધિ ડૉ. શરદ દરજીએ કરી હતી. આ કાર્યક્રમ સફળ રહ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.