રાજકોટમાં પારો ફરી 3 ડિગ્રી ઘટીને 40 ડિગ્રી થતાં રાહત - At This Time

રાજકોટમાં પારો ફરી 3 ડિગ્રી ઘટીને 40 ડિગ્રી થતાં રાહત


જૂન નજીક આવતા ગરમીમાંથી છુટકારાની આશા

હજુ એક સપ્તાહ તાપમાન 40 ડિગ્રી જેટલું રહેશે

રાજકોટ શહેરમાં મહત્તમ તાપમાનમાં માત્ર 2 જ દિવસમાં 6 ડિગ્રી જેટલી વધઘટ થઇ છે. જે ઝડપે ગરમી વધી હતી તે જ ઝડપે ફરી ઘટી છે જોકે હવે આ સ્તરથી પારો ઘટવાની આશા નહિવત છે. રાજકોટ શહેરમાં સોમવારે મહત્તમ તાપમાન 40 ડિગ્રીની નજીક હતું, મંગળવારે 3 ડિગ્રી વધી જઈને 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પારો ગયો હતો જ્યારે બુધવારે ફરી 3 ઘટીને મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સપ્તાહ સુધી મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્શિયસ કે તેનાથી વધારે રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.