સાંસદ પરસોતમભાઈ રૂપાલા જસદણ પાટીદાર અગ્રણી ઘનશ્યામ ભાઈ સતાણીના નિવાસ્થાને મુલાકાત લીધી - At This Time

સાંસદ પરસોતમભાઈ રૂપાલા જસદણ પાટીદાર અગ્રણી ઘનશ્યામ ભાઈ સતાણીના નિવાસ્થાને મુલાકાત લીધી


( હર્ષદ ચૌહાણ દ્વારા જસદણ)
ગત તારીખ ના રોજ રાજકોટ જિલ્લાના નવા સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા ચૂંટણી જીત્યા બાદ સૌપ્રથમવાર જસદણમાં પધાર્યા હતા ત્યારે સોલિટાર સોસાયટીમા જસદણના ભાજપ યુવા શહેર પ્રમુખ ઘનશ્યામભાઈ સતાણી ( વર્ણીરાજ હોટલ આટકોટ) ના નિવાસ્થાને પધાર્યા હતા. અને અમૃતભાઈ સતાણી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે ડાયમંડ એસોસિએશનના પ્રમુખ પીવીભાઈ ભાયાણી, રાજેશભાઈ મણિયાર, યુવા બિલ્ડર કુલદીપભાઈ પટગીર, વિપુલભાઈ વાસાણી, પ્રભાતભાઈ રાદડિયા, બાબુભાઈ ટાઢાણી તેમજ સોસાયટીના આસપાસ રહેતા રહીશો સાથે હળવાશ સાથે વાતો વાગોળી હતી. તેમજ સાથે સન્માન સત્કાર કર્યો હતો. નિવાસ્થાન મુલાકાત બાદ જસદણનું ક્ષત્રિય સમાજનું જાગતુ પીરાણુ જયતા બાપુ ની જગ્યાએ દર્શન નો લ્હાવો લઈ, ગોખલાણા રોડ પર આવેલ રામેશ્વર મંદિર ખાતે પણ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.