રાજકોટ મહાનગરપાલિકા ભુગર્ભ ગટરનાં તુટેલ ઢાંકણા ધ્યાને આવતા ઝોન ઓફીસમાં જાણ કરવી.
રાજકોટ શહેર તા.૭/૧૨/૨૦૨૪ ના રોજ રાજકોટ મહાનગરપાલિકાનાં રસ્તાઓ પર તુટેલા ભુગર્ભ ગટરના ઢાંકણા અને ફ્રેમનાં કારણે થતાં અકસ્માતનાં નિવારણ અર્થે તેમજ સલામતી માટે નાગરીકોને ભુગર્ભ ગટરનાં મેનહોલનાં તુટેલ ઢાંકણા ધ્યાનમાં આવે તાત્કાલીક રાજકોટ મહાનગરપાલિકાનાં ટોલ ફ્રીનં.-૧૫૫૩૦૪, વેબ-સાઇટ www.rmc.gov.in, વોટસઅપ નં.-૯૫૧૨૩૦૧૯૭૩ પર જાણ કરવી અથવા જે-તે વિસ્તાારની વોર્ડ ઓફિસે કે લગત ઝોન ઓફિસે જાણ કરવી. વિશેષમાં નાગરીકોએ કોઇપણ પ્રકારનાં પાણીનાં નિકાલ માટે ભુગર્ભ ગટરનાં ઢાંકણા ખોલવા કે તોડવા નહિ. જેથી મુખ્ય રસ્તા કે શેરીઓમાં વાહન વ્યંવહારમાં અડચણ ન થાય અને આ કારણોસર થતાં અકસ્માતોને નિવારી શકાય. આ બાબતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.