સાહિત્ય ધરા બોટાદમાં ઉજવાયો માતૃભાષા મહોત્સવ - At This Time

સાહિત્ય ધરા બોટાદમાં ઉજવાયો માતૃભાષા મહોત્સવ


સાહિત્ય ધરા બોટાદમાં ઉજવાયો માતૃભાષા મહોત્સવ

ચાલે છે જે ધક ધક કાયમ છાતીમાંજાણો છો ? એ આવે છે ગુજરાતીમાં

આ શબદને અને માતૃભાષાને પોંખતા ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સાહિત્ય, શ્રધ્ધા અને સમર્પણની ભૂમી બોટાદની બોટાદકર સાહિત્ય સભાનાં સંયુક્ત ઉપક્રમે માત મોરી ગુજરાતી એવાં સુંદર નામ સાથે કવિ સંમેલન અને માતૃભાષાની મીઠપ વહાવતા વ્યાખ્યાનનો અને ગુજરાતી ગૌરવગાનનો દોર ચરિતાર્થ થયો હતો.
બોટાદની ઐતિહાસિક વિરાસત સમા તખ્તસિંહજી ગોહિલ જાહેર લાઈબ્રેરી સ્વાધ્યાય હોલ ખાતે આ જાજરમાન ઉપક્રમ સાર્થક બન્યો...આ યાદગાર ઉત્સવમાં બોટાદનું ઘરેણું અને ગોંડલ મુકામે સારસ્વત, શ્રેષ્ઠ લેખક,કવિ એવાં તુષારભાઈ વ્યાસ, બોટાદનું ગૌરવ અને વિઠ્ઠલ તીડીના સર્જક એવાં વાર્તાકાર મુકેશભાઈ સોજિત્રા, શ્રેષ્ઠતમ કેળવણીકાર,વક્તા અને સાહિત્યકાર સાથે મજાના માણસ એવાં બાબભાઈ ખાચર સાહેબ, એવાં શ્રેષ્ઠ વક્તા વિક્રમભાઈ મહેતા, વરિષ્ઠ વાર્તાકાર મનહરભાઈ રવૈયા,દેવ જેવા ડોક્ટર રાજેન્દ્રભાઈ સાંગાણી,બોટાદકર સાહિત્ય સભાના વડિલ પંકજભાઈ ભટ્ટ અને બાપુભાઈ ધાધલ,સાથે કવિગણમા જિજ્ઞેશ વાળા,શ્રી પાર્થ ખાચર, આનંદ ગઢવી,કુ.હર્ષા મહેતા, પ્રતાપ મહેતા, વરિષ્ઠ પત્રકાર શ્રી કિશનભાઈ મહેતા,.સેવાનો ભેખધારી માણસ રાજુભાઈ શાહ, સંગીત વિશારદ, શ્વેતાબેન શાહ, હરેશભાઈ ધાધલ, કિશોરભાઈ રામદેવપુત્રમ, લાલજીભાઈ પારેખ, શ્રી રાજુભાઈ ડેરૈયા સાહેબ , જૈમિન પંડ્યા,ગોપાલભાઈ, રાઠોડ સાહેબ,બોટાદ સમાચારના તંત્રી,કર્મઠ પત્રકાર શ્રી નિરજભાઈ દવે સાથે બોટાદ સાહિત્ય જગતના અનેક મહાનુભાવો અને બોટાદકર સાહિત્ય સભાના કવિશ્રીઓની હાજરીમાં આ ભવ્ય કાર્યક્રમ વધું દીપી ઉઠ્યો... ગૌરવપૂર્ણ ક્ષણ એ રહી કે આ અજવાસી ઉત્સવ સાથે નિવૃત્ત કર્મચારી શ્રી હર્ષવદન ભટ્ટ સાહેબ દ્વારા લીખીત કાવ્ય સંગ્રહ હર્ષનાદનું વિમોચન કરવામાં આવ્યું....
સુંદર દીપ પ્રાગટ્ય, માતૃભાષા ગૌરવ ગાન,કિશનભાઈનો બંસરીનાદ,શ્વેતાબેનનો સુરીલો કંઠ, સૌનું શબ્દ પુષ્પથી સન્માન,સૌના શ્રેષ્ઠતમ વક્તવ્ય અને કાવ્યધારાથી 12:30 સુધી માતૃભાષાની વંદનાની અમૃતધારા વહેતી રહી.....

સમગ્ર કાર્યક્રમનું સુચારું શ્રેષ્ઠ સંચાલન શ્રેષ્ઠ ઉદ્ધોષક અને આ જાજરમાન કાર્યક્રમના સંયોજ પ્રવીણભાઈ ખાચર અને વિદ્વાન ચારણ આનંદભાઇ ગઢવીએ કર્યું.. સમગ્ર કાર્યક્રમ
જણાવતાં ખૂબ ગૌરવ થાય કે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના પરમ આદરણીય ભાગ્યેશ જહા સાહેબની દીર્ઘદ્રષ્ટિ અને પ્રેરણા તો એવાજ આદરણીય મહામાત્ર જયેન્દ્રસિંહ જાદવના કુશળ અને કર્મઠ નેતૃત્વમાં ગુંથાયેલા આ ભવ્ય કાર્યક્રમ માટે આ બન્ને મહાનુભાવોને જેટલો પણ આભાર માનીએ એટલો ઓછો છે... કૃતજ્ઞતા વ્યક્ત કરતાં બન્યેને ભાવ વંદન કરવાનું મન થાય છે... સમગ્ર ગુજરાત ખરા અર્થમાં માતૃભાષાના રંગે રંગાયુ.

Report By Nikunj Chauhan


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.