કુંડલી ગામે પ્રાથમિક શાળા ખાતે રાણપુર તાલુકાનો બીજા ક્લસ્ટરનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો - At This Time

કુંડલી ગામે પ્રાથમિક શાળા ખાતે રાણપુર તાલુકાનો બીજા ક્લસ્ટરનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો


(અજય ચૌહાણ દ્વારા)
ગુજરાત સરકારનો સેવા સેતુ કાર્યક્રમ નાગરિકોને ઘર આંગણે ૫૫ જેટલી સરકારશ્રીની વિવિધ સેવાઓ અને સરકારી યોજનાઓનો લાભ પુરી પાડી રહ્યો છે. ત્યારે રાણપુર તાલુકાનો બીજા ક્લસ્ટરનો 12 ગામોનો સેવા સેતુ કાર્યક્રમ કુંડલી ગામે પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો. રાણપુર તાલુકાના બીજા ક્લસ્ટરમાં કુંડલી, અળઉ, પાણવી, રાજપરા, બુબાવાવ, ઉમરાળા, અણિયાળી-કાઠી, અલમપર, હડમતાળા, ખોખરનેશ, નાની વાવડી, માલણપુર સહિતના ગામોનો સમાવેશ થાય છે. જેમાં સરકારશ્રીના વિવિધ વિભાગો દ્વારા અમલમાં મુકાયેલી લોકોપયોગી યોજનાઓ અંગે કામગીરી કરવામાં આવી હતી. આ તકે રાણપુર મામલતદારશ્રી, રાણપુર મદદનીશ તાલુકા વિકાસ અધિકારીશ્રી તથા વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ- અગ્રણીશ્રીઓ તેમજ કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.