વાવના તીર્થગામમાં ભૂમાફીઆઓની ખનન ચોરી જવાબદાર તંત્ર જરૂરી પગલાં લેશે કે કેમ? - At This Time

વાવના તીર્થગામમાં ભૂમાફીઆઓની ખનન ચોરી જવાબદાર તંત્ર જરૂરી પગલાં લેશે કે કેમ?


વાવ ભાભર રોડ પર આવેલા તીર્થગામ ગામ માં ટીટુડી નામ થી ઓળખાતા તળાવની પાળ તોડી ભુમાફિયા ઓ ખુલ્લેઆમ ખનન ની ચોરી કરી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે.ખુલ્લેઆમ ભુમાફિયા ઓ ટેક્ટર ભરીને બેફામ હેરાફેરી કરી રહ્યા છે.તંત્ર ચૂપ બની તમાશો નિહાળી રહ્યું છે.આ બાબતે જવાબદાર ખાણ અને ખનીજ વિભાગ આ ભુમાફિયા ઓ ની શાન ઠેકાણે લાવે તેજ જન હિત માં છે લોક મુખે ચર્ચાતી વાતો મુજબ આવી ગેરકાનૂની પ્રવૃત્તિ ઓ ઘણા સમય થી ચાલી રહ્યું છે.જવાબદાર તંત્ર આ ભુમાફિયા ઓ તરફ આંખ આડા કાન કરી રહ્યું છે કે પછી જવાબદાર તંત્ર સુધી કટકી નો દોર પહોંચી રહ્યો છે તેવા સવાલો ચર્ચાસ્પદ બન્યા છે.ત્યારે વાવ તાલુકા માં ચાલતી ખનીજ ચોરી ની ગેરકાનૂની પ્રવૃત્તિ ઓ સામે ખાણ ખનીજ વિભાગ જાગૃત બને તે જરૂરી બન્યું છે .


9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.