રાજકોટ શાળાની વિદ્યાર્થીનીઓએ લીધી મ્યુઝિયમની મુલાકાત. - At This Time

રાજકોટ શાળાની વિદ્યાર્થીનીઓએ લીધી મ્યુઝિયમની મુલાકાત.


રાજકોટ શહેર તા.૧૫/૧૦/૨૦૨૪ ના રોજ વોટસન મ્યુઝિયમ રાજકોટના ઉપક્રમે "વિકાસ સપ્તાહ"ની ઉજવણી કરાઈ હતી. ગુજરાત સરકારના રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના પુરાતત્વ અને સંગ્રહાલય ખાતુ, ગાંધીનગર દ્વારા તા.૭ થી તા.૧૫ ઑક્ટોબર દરમિયાન 'વિકાસ સપ્તાહ' ની ઉજવણીના ભાગરૂપે ગુજરાતની અવિરત વિકાસયાત્રાને ચાલુ રાખી વિવિધ વિકાસલક્ષી કાર્યો અને આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા વિવિધ શૈક્ષણિક-સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. શહેરના આઈ.પી. મિશન શાળાની વિદ્યાર્થીનીઓએ વોટસન મ્યુઝિયમ ની મુલાકાત લીધી હતી. વિદ્યાર્થીનીઓએ મ્યુઝિયમમાં સૌરાષ્ટ્રની પાઘડીઓ, સ્થાપત્યો, ભરતકામ, મોતીકામ, પહેરવેશ વગેરે પ્રાચીન રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક ધરોહરની જાણકારી મેળવી હતી. વિકાસ સપ્તાહને અનુલક્ષીને વોટસન મ્યુઝિયમ અને પુરાતત્વ ખાતુ, પશ્ચિમ વર્તુળ, રાજકોટના સંયુકત ઉપક્રમે આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસારૂપ રાજય રક્ષિત સ્મારકોના સંરક્ષણની લોકજાગૃતિ અર્થે અને રક્ષિત સ્મારકોના સંરક્ષણના વિકાસ કાર્યોને લોકાભિમુખ કરવા વોટસન મ્યુઝિયમ, રાજકોટ ખાતે Monument Protection for Next Generation "શિર્ષક હેઠળ તા.૧૫ ઑક્ટોબર થી ૨૦ ઑક્ટોબર સુધી સૌરાષ્ટ્રના વરિષ્ઠ ચિત્રકારોના ચિત્ર પ્રદર્શનનું આયોજન કરાયું છે. આ સાથે જ ઉપસ્થિત મુલાકાતી સમુહને દરરોજ સાંજે ૪ કલાકે રાજ્યરક્ષિત સ્મારક ધુમલી નો શોર્ટ વિડિયો શો દર્શાવવામાં આવશે. આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસારૂપ સ્થાપત્યોના સંરક્ષણ માટે લોકજાગૃતિ અને વિકાસ કાર્યોને લોકાભિમુખ કરવા અર્થે યોજવામાં આવેલ કાર્યક્રમમાં પધારવા તંત્ર તરફથી લોકોને આમંત્રણ અપાયું છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.