હજારો મહા પુરુષો ના વિચારો વચ્ચે બિરાજતા વર્તમાન નાં નોલેજ મેનેજરો ૧૯ ઑગસ્ટ – ગ્રંથપાલ દિન
હજારો મહા પુરુષો ના વિચારો વચ્ચે બિરાજતા વર્તમાન નાં નોલેજ મેનેજરો ૧૯ ઑગસ્ટ - ગ્રંથપાલ દિન
હજારો મહાપુરુષો ના વિચારો વચ્ચે બિરાજતા ગ્રંથપાલો એટલે વર્તમાન નાં નોલેજ મેનેજરો ૧૯ ઑગસ્ટ - ગ્રંથપાલ દિન જ્ઞાન એ આકાશ છે પુસ્તકો ચળકતા તારા ઓ છે પુસ્તકાલય એટલે માનવ સાગર વચ્ચે ઉભી કરાયેલ દીવાદાંડી છે આવા પુસ્તકાલયો વચ્ચે પુસ્તકો ની આપ લે નું બેનમૂન કામ કરતા ગ્રંથપાલો એ ડિજિટલ યુગ માં પણ પુસ્તકાલયો ની ભવ્ય વિરાસત નું જતન જાળવણી ની સુંદર સંભાળ રાખી રહ્યા છે ઓગણીસ મી ઑગસ્ટે ‘લાઇબ્રેરિયન ડે’ તરીકે ઊજવવામાં આવે છે ગ્રંથાલયો એ સમાજનો આયનો ગણાય છે. શાળા-કૉલેજોમાં ઔપચારિક શિક્ષણ મેળવી શકાય છે. પરંતુ, ગ્રંથાલયો આજીવન કેળવણી માટેની જીવનશાળા છે આજના ડિજિટલ યુગમાં આધુનિક ગ્રંથાલયો ઈન્ફોરમેશન સોર્સના મહત્ત્વના કેન્દ્ર પુરવાર થયા છે. આજની ટેક્નોલોજીએ ગ્રંથાલયોની શિકલ બદલી નાખી છે. આજની ડિજિટલ લાઇબ્રેરીઝ શૈક્ષણિક અને સંશોધન ક્ષેત્રમાં મહત્ત્વની ભૂમિકા ભજવવા લાગી છે. ગ્રંથાલયોના કમ્પ્યુટર દ્વારા આંતર-જોડાણને કારણે કોઈ એક ગ્રંથાલયનો વાચક સભ્ય બીજા ગ્રંથાલયોનો પણલાભ લઈ શકે છે. ડિજિટલ લાઇબ્રેરીઝની ફરજો વધી ગઈ છે આજના ગ્રંથપાલો ‘નોલેજ મેનેજર' બન્યા છે. તેઓનું કાર્ય અત્યંત જટિલ અને જવાબદારી યુક્ત બની ગયું છે તેઓએ હવે ‘ઈન્ફોર્મર,ગાઈડ અને નૉલેજ જનરેટર' બનવાનું છે તમારા કદી નિષ્ફળ ન જતા મિત્રો એટલે પુસ્તકો તેનો સંગ કરવાથી તુરંત વરદાન મળી શકે છે આવા અનેક સૂત્રો પુસ્તકો માટે કહેવાય છે લખાય છે અને આવા પુસ્તકો ની જતન જાળવણી નું બેનમૂન કામ કરતા ગ્રંથપાલ ની સેવા ને સત્કારવા નો દિવસ એટલે ગ્રંથપાલ દિવસે અનેક પુસ્તકાલયો ઉજવાય છે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.