નકલંક ધામ ઠોયાણામાં 52 ગજ નેજા ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી - At This Time

નકલંક ધામ ઠોયાણામાં 52 ગજ નેજા ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી


ગોસા (ઘેડ) પોરબંદર તા. ૧૬/૦૯/૨૦૨૪

અઢારે આલમ મા પૂજનીય નંકલંક નેજા ધારી રામદેવ પીર ના નેજા ઉત્સવ પ્રસંગે રાણાવાવ તાલૂકા ના ઠોયાણા ગામના નકલંક ધામ તેમજ સમસ્ત ઠોયાણા ગામ જનો ઉમળકા ભર્યા સહકાર થી રામાપીર ના નેજા મહોત્સવની ઉજવણી કરવામાં આવી. ઠોયાણા ગામની બજારો અને ગલીઓ માં નેજાના સામૈયા કરવામાં આવ્યા .લોકો રામદેવપીર માં લીન બની બાપાનો નેજો જ્યાંથી પસાર થવાનો છે તે બધી ગલીઓ અને આખું ગામ તોરણ અને તાલાથી સુશોભિત કરવામાં આવ્યું હતું . રામદેવપીરબાપા ધ્વજ પતાકા આખા ગામમાં લગાવવામાં આવી હતી લોકો જે ઉત્સવની આતુરતાથી રાહ જોતા હતા તે ઘડી એટલે ભાદરવા સુદ નોમ અને ગુરુવાર તા. ૧૨/૦૯/૨૦૨૪ ના રોજ ઉમળકા ભેર ઊજવવા મા આવ્યો . આ પ્રસંગે , મહેરશક્તિ સેના ના પ્રમુખ કરશનભાઇ ઓડેદરા, ભાણવડ મહેર સમાજના અગ્રણી મેરામણ આતા સામાજિક આગેવાન ભીમભાઇ મોડેદરા પોરબંદર કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ ઓડેદરા, રાજવીરભાઈ વગેરે પીર ના નેજા મહોત્સવ મા સહભાગી બન્યા હતા . અને *કચ્છની મેકરણ દાદાની જગ્યાના મહંત શ્રી ગોપાલ દાદાના વરદ હસ્તે નેજો ચઢાવવામાં આવ્યો હતો* ઠોયાણા ગામે નકલંક ધામ તથા સમસ્ત ગામજનો ના સહકાર થી નંકલંક નેજા ધારી રામદેવ પીર ના નેજા ના સામયા અને શોભાયાત્રા ઠોયાણા થી બે કિલોમીટર દૂર આવેલ ટીબા મા આવડ માતા ના આશ્રમ થી ડીજે ના તાલે સવાર ના સાત વાગ્યા થી નેજા ના સામયા બળદ ગાડા અને ઘોડા સાથે ખુબજ મોટી સંખ્યામાં કાઢવામાં આવ્યા હતા . જેમા ઠોયાણા ગામના સર્વે ધરમ પ્રેમી જનતા તથા મહેમાનો આસ્થાભેર જોડાયા હતા તેમજ સામયા મા ગૂગળના ધુપના ધુંવાડે રામદેવ પીર ના નારા અને ભજન કીર્તન સાથે શોભાયાત્રા યુવા ભાઈ બહેનો ડીજે ના તાલે રાસ ગરબા ની રમઝટ બોલાવતા બોલાવતા આખા ગામમાં ફર્યા હતા જેમાં ઠોયાણાના સેવભાવી અને છેલ્લા ૧૪ વર્ષથી ૯ દિવસની અખંડ રામધૂનનું આયોજન કરનાર પરબતભાઇ અને ભાવેશભાઈ ઓડેદરા અને ઍની ટીમ દ્વારા સામૈયા ની સાથે દરેક લોકો ને લીંબુનું સરબત પીવડાવી સેવાનો લાભ લીધો હતો ત્યારબાદ . ઠોયાણા નંકલંક ધામ પહોંચ્યા હતા .ત્યા કચ્છની મેકરણ દાદાની જગ્યાના મહંત શ્રી ગોપાલ દાદા ના વરદ હસ્તે અને , કરસનભાઈ ઓડેદરા, મેરામણ આતા,રાજુભાઈ ઓડેદરા, ભીમાભાઇ મોડેદરા તથા મહાનુભાવો ની ઉપસ્થિતિમાં રામદેવ પીર ના જયજય કાર બોલાવી નેજા સઢાવવામાં આવ્યો હતો . ત્યાર બાદ સ્વાગત તથા પ્રવચન અને ભોજન પ્રસાદ નો કાર્યક્રમ યોજવામા આવ્યો હતો .
સાંજના સૌરાષ્ટમાં માં પ્રખ્યાત એવા કલાકારો , હિતેશ ઓડેદરા, , રમેશભાઈ ઓડેદરા, તેમજ ઉપલેટાના ભાવેશ આહીર એ , પોતાની કલા બાપાને શરણે ધરી અને રાસ ગરબાની રમઝટ બોલાવી હતી.બાપા રામદેવપીરની ધૂન બોલાવી લોકોને બાપામાં લીન કરી દીધા હતા.લોકો પણ જગ્યાએ ઉભા થઇ તાળીઓ પાડી બાપાની ધૂન બોલી હતા અને અનેરું દ્રશ્ય ખડું થઇ ગયું હતું સાંજના સમયે પણ ખુબજ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો . રામદેવપીર બાપાની (દેગ દર્શન)રાખવામા આવ્યા હતા .
આ બાપાના નેજા મહોત્સવમાં સૌ કોઈ સહભાગી બની નકલંક ધામ ઠોયાણામાંમાં બધાએ ધન્યતા અનુભવી હતી.
રિપોર્ટર વિરમભાઇ કે. આગઠ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.