પિછોડા ખાતે નવરાત્રી પર્વની રંગેચંગે કરી અને ગરબાની વિદાય આપી..
પિછોડા ખાતે નવરાત્રી પર્વની રંગેચંગે કરી અને ગરબાની વિદાય આપી..
સંજેલી તાલુકાના પીછોડા રાષ્ટ્રભક્તિ જન સેવા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ પ્રેરક આઝાદ ભારતી બાળ સંસ્કાર કેન્દ્ર પીછોડાના પ્રેરક વિનોદકુમાર સોલંકીએ ભારતમાતા ભક્તિ મંદિર પર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને નવરાત્રિના નવ દિવસો સુધી કલાકારો દ્વારા ખેલૈયાઓને મોજ કરાવી હતી. આ ટ્રસ્ટના ખજાનચી શ્રીમતી મીનાક્ષીબેન બી. દ્વારા સ્ટીલની ડિશોનું વિતરણ કરવામાં આવ્યું. આ ગામના પ્રથમ નાગરિક રાવત ચંદુભાઈ સાહેબ અને ગ્રામ પંચાયત પીછોડા દ્વારા સૌ ભક્તોને સ્ટીલની વાટકીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. દશેરાના દિવસે શસ્ત્રોનું પૂજન કરવામાં આવેલ અને પૂજા કર્યા બાદ ભારતમાતા ભક્તિ મંદિરથી ધામધૂમ થી ચિબોટા નદીના પવિત્ર જળમાં આરતી પૂજા કરીને માતાજીના ગરબાની વિદાય આપવામાં આવી હતી. સૌ ભક્તોજનો અને નાના બાળકોએ માતાજીના પ્રસાદ લઈને આનંદભેર છૂટા પડ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.