રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “સ્વચ્છતા હી સેવા-૨૦૨૪” Reduce, Reuse, Recycle, - At This Time

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “સ્વચ્છતા હી સેવા-૨૦૨૪” Reduce, Reuse, Recycle,


રાજકોટ શહેર તા.૩૦/૯/૨૦૨૪ ના રોજ ભારત સરકાર દ્વારા રજી ઓકટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીની શ્રદ્વાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આદોલનની ઉજવણીને આહવાન કરવામાં આવેલ છે. આ વર્ષ સ્વચ્છ ભારત મિશનના ૧૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે આ દિવસને “સ્વચ્છ ભારત દિવસ” તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે. સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન તા.૧૭/૯/૨૦૨૪ થી તા.૨/૧૦/૨૦૨૪ સુધી “સ્વચ્છતા હી સેવા-૨૦૨૪” પખવાડિયાનું આયોજન કરવામાં આવેલ છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા (WOW CELL) દ્વારા આઈ.ઈ.સી. એક્ટીવિટીના ભાગરૂપે તા.૨૯-૯-૨૦૨૪ના રોજ “Reduce, Reuse, Recycle” ના સિધ્ધાંતને આગળ વધારવા માટેનો કેમ્પ, સૌની દિવાલ, ઝીરો વેસ્ટ ઇવેન્ટને પ્રોત્સાહન, રિસાયકલિંગ અને ટકાઉ જીવનના મહત્વ વિષે લોકોને શિક્ષિત કરવા” વગેરે કાર્યક્રમ યોજવામાં આવેલ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ત્રણ સ્થળે “RRR” સેન્ટરનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વોર્ડનં.૨માં આવેલ દંતોપંત થેંકડી પુસ્તકાલય, વોર્ડનં.૨ વોર્ડ ઓફિસની બાજુમાં શારદા બાગ પાસે, શ્રોફ રોડ ખાતે આયોજીત “RRR” સેન્ટર કાર્યક્રમમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય ડૉ.દર્શિતાબેન શાહ, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડીયા, WOW CELL ના અધિકારી નિલેશ પરમાર, સંગઠનની ટીમ અને રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ઈસ્ટ ઝોનમાં ચાણક્ય પુસ્તકાલય, ગોવિંદ બાગ શાકમાર્કેટ પાસે, ત્રાસિયો રોડ, પેડક રોડ ખાતે અને વેસ્ટ ઝોનમાં બાબુભાઈ વૈદ્ય પુસ્તકાલય, પેરેડાઈઝ હોલ સામે, ચંદન પાર્ક મેઈન રોડ ખાતે પણ “RRR” સેન્ટર કાર્યક્રમ યોજાતો જેમાં કોર્પોરેટરઓ, સંગઠનની ટીમ અને રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સેન્ટ્રલ ઝોનમાં કલેકટર કચરી પાર્કિંગ ખાતે “સૌની દિવાલ (પ્રેમનો પટારો)” કાર્યક્રમ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કોર્પોરેટરઓ, સંગઠનની ટીમ અને રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.