હળવદ તાલુકાના રણજીતગઢ ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમો ઝડપી પાડતી હળવદ પોલીસ
આ બનાવ અંગેની હળવદ પોલીસ પાસેથી જાણવા મળતી વિગતો મુજબ હળવદના રણજીતગઢ ગામે તળાવ પાસે આવેલી વાડીએ જુગાર રમતા હોય જેની પાકી બાતમીના આધારે પોલીસે જુગારીઓને ઝડપી લીધા હતા પોલીસે તેની પાસેથી ૧,૩૨૩૦૦ રોકડા બે બાઈક જેની કિંમત રૂપિયા 50,000 અને મોબાઈલ મળી કુલ ₹2,17,300 નો મુદ્દામાલ સપ્ત કરી આરોપીઓ સામે જુગારધારા અન્ય વે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી એમાં પ્રહલાદભાઈ સુંદરભાઈ ચૌહાણ, મહેશભાઈ શામજીભાઈ તાર બુંદીયા, ચંદ્રકાંતભાઈ દેવજીભાઈ અઘારા, ઇશ્વરભાઇ પરસોતમભાઈ હડિયલ, લલીતભાઈ નારાયણભાઈ મોરી, રસિકભાઈ તોપણ ભાઈ સોનગરા અને લાલજીભાઈ ઠાકરશીભાઈ ડાભી ને ઝડપી લીધા હતા અને બીજા ત્રણ આરોપીઓ ફરાર થઈ ગયા હતા આ બાબતે વધુ તપાસ હળવદ પોલીસ કરી રહી છે.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.