શ્રી વી.એમ. સાકરિયા મહિલા કૉલેજ બોટાદમાં થેલેસેમિયા પરીક્ષણ કેમ્પ યોજાયો
( હર્ષદ ચૌહાણ દ્વારા)
સરદાર વલ્લભભાઈ પટેલ એજયુ. અને ચેરી. ટ્રસ્ટ,બોટાદ સંચાલિત શ્રી વી.એમ. સાકરિયા મહિલા આર્ટ્સ કૉલેજ બોટાદ તેમજ શ્રી વી. એમ. સાકરિયા મહિલા કોમર્સ કૉલેજ, બોટાદમાં કાર્યરત રાષ્ટ્રીય સેવા યોજના (એન.એસ.એસ.) યુનિટ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી (ગુજરાત સ્ટેટ બ્રાંચ) દ્વારા વિદ્યાર્થિની બહેનોના થેલેસેમિયા પરીક્ષણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. થેલેસેમિયા જેવા અસાધ્ય રોગ વિશે વિદ્યાર્થીઓ વધુમાં વધુ જાણે અને વર્તમાન સમયમાં એના પરીક્ષણની અનિવાર્યતા સમજે એવા હેતુથી યોજાયેલા આ કેમ્પમાં બન્ને કૉલેજમાંથી કુલ 350 જેટલી બહેનોએ પરીક્ષણ કરાવ્યું હતું. આ કેમ્પમાં બોટાદના જાણીતા તબીબ અને બોટાદ રેડ ક્રોસ સોસાયટી જિલ્લા બ્રાંચના વાઈસ ચેરમેન ડૉ. સાંગાણી સાહેબ, સેક્રેટરી નિકુંજભાઈ શાહ અને અત્રેની આર્ટ્સ કૉલેજના આચાર્યાં ડૉ.એસ.ડી.પટેલ મેડમ ઉપસ્થિત રહ્યાં હતાં. સમગ્ર પરીક્ષણ માટે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી -ગુજરાત સ્ટેટ બ્રાંચ, અમદાવાદથી શ્રી નિલેશભાઈ ભારતીય-સિનિયર પ્રોગ્રામર મેનેજર અને એમની ટેકનિશ્યન ટીમ પધારી હતી. જેમના દ્વારા વિદ્યાર્થિની બહેનોનું થેલેસેમિયા પરીક્ષણ કરવામાં આવેલું. સમગ્ર આયોજનમાં આર્ટ્સ કૉલેજના અધ્યાપકો ડૉ. કે. બી. મુંજપરા સાહેબ, ડૉ. પી.એ. સતાશિયા મેડમ, શ્રી કે.એ.મહેતા સાહેબે જહેમત ઉઠાવી હતી. બંને કૉલેજના એન.એસ.એસ. યુનિટના પ્રોગ્રામ ઑફિસર દ્વારા કાર્યક્રમની વ્યવસ્થા જાળવવામાં આવી હતી. સમગ્ર ઉપક્રમ સરદાર વલ્લભભાઈ પટેલ એજયુ. અને ચેરી. ટ્રસ્ટ, બોટાદના સહયોગથી અને આર્ટ્સ કૉલેજના આચાર્યાં ડૉ. એસ. ડી પટેલ અને કોમર્સ કૉલેજના ઇન્ચાર્જ આચાર્ય શ્રી જી. બી. રામાવત સાહેબના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.