વડાલી પો.સ્ટે.ની હદમાંથી એક ઇસમને દેશી બનાવટની કુલ-૩ નંગ દેશી બનાવટની ફુલ્લીદાર બંદુકો સાથે પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી
સાબરકાંઠા જીલ્લામાં એસ.ઓ.જી.ચાર્ટર મુજબની કામગીરી કરવા સારું ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી વિજય પટેલ સાહેબ નાઓએ પરીણામલક્ષી કામગીરી કરવા સુચના કરેલ.
જે સુચના અન્વયે પો.ઇન્સ.શ્રી.ડી.સી. સાકરીયા,એસ.ઓ.જી.સાબરકાંઠા નાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.સ્ટાફ વડાલી પો.સ્ટે. વિસ્તારના એ.ટી.એસ.ચાર્ટર લગત કામગીરી અન્વયે પેટ્રોલીંગમાં હતો દરમ્યાન સાથેના અ.હે.કોન્સ. ભાવેશકુમાર રામજીભાઈ બ.નં-૫૬૨ નાઓને મળેલ ખાનગી બાતમી હકિક્ત અન્વયે વડાલી તાલુકાના મહોર કમ્પા ગામની સીમમાં રહેતા મનુભાઈ ઉર્ફે મનજીભાઈ સ/ઓ કોદરભાઈ ગમાર રહે.મહોર કંપા,મહોર ગામની સીમમાં,તા.વડાલી જી.સાબરકાંઠા વાળાના કબજા ભોગવટાના મકાનમાંથી દેશી બનાવટની કુલ્લીદાર બંદુક નંગ-૩ કિ.રૂ.૧૫,૦૦૦/- નો મુદ્દામાલ મળી આવતાં વડાલી પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ ત્યારબાદ સદરી આરોપી મળી આવતાં સદરી આરોપી વિરૂધ્ધ કાર્યદેસરની કાર્યવાહી કરી વડાલી પોલીસ સ્ટેશન ખાતે સાંપવામાં આવેલ છે.
કામગીરી કરનાર પોલીસ કર્મચારી
(૧) પો.સ.ઈ.શ્રી કે.બી.ખાંટ
(૨) અ.હે.કોન્સ. ભાવેશકુમાર રામજીભાઇ
(૩) અ.હે.કોન્સ. રમણભાઈ સુકાજી
(૪) આ.પો.કોન્સ. જયરાજસિંહ કેસરીસિંહ
(૫) આ.પો.કોન્સ. રોહિતકુમાર બાબુભાઈ
(૬) આ.પો.કોન્સ. નિકુંજકુમાર નરસિંહભાઈ
(૭) આ.પો.કોન્સ. અપેન્દ્રસિંહ નટવરસિંહ
(૮) ડ્રા.હે.કોન્સ. સુરતાનસિંહ જગતસિંહ
✒️રિપોર્ટર હસન અલી સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.