ખોડિયાર ડેરીમાંથી બે હજાર કિલો અખાદ્ય મલાઇ, માવો, છાશનો જથ્થો પકડાયો : નાશ - At This Time

ખોડિયાર ડેરીમાંથી બે હજાર કિલો અખાદ્ય મલાઇ, માવો, છાશનો જથ્થો પકડાયો : નાશ


રાજકોટ મહાપાલિકાની આરોગ્ય અને ફૂડ શાખા દ્વારા આજે રૈયા રોડ પર આમ્રપાલી અંડરબ્રીજ ઉપરના ભાગે આવેલી શ્રી ખોડિયાર વિજય ડેરી ફાર્મમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ જગ્યાએ પોલીથીનની બેગમાં કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરેલો 800 કિલો મલાઇ, 400 કિલો માવો, 900 લીટર કેરેટમાં રહેલી છાશ મળી બે હજાર કિલો અખાદ્ય માલનો નાશ કરી દેવાયો છે.
ફ્રીઝમાં પેક રાખવામાં આવેલ આ માલ પર પેકીંગ ડેટ, બેચ નંબર, એકસપાયરી ડેટ સહિત ફૂડ સેફટીના કોઇ નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હોય, અખાદ્ય માલ ફેંકી દેવામાં આવ્યાનું આરોગ્ય અધિકારીએ કહ્યું હતું.
આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાણી, ડેઝીગ્નેટેડ ઓફિસર ડો. હાર્દિક મેતા, ફૂડ સેફ્ટી ઓફિસર કે.જે.સરવૈયા, ફૂડ સેફ્ટી ઓફિસર કે.એમ.રાઠોડ તથા ફૂડ સેફ્ટી ઓફિસર આર.આર.પરમારે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન રૈયા રોડ, રેલ્વે અન્ડર બ્રીજ ઉપર આવેલ ‘શ્રી ખોડિયાર વિજય ડેરી ફાર્મ‘ પેઢીમાં તપાસ કરી હતી. પેઢીના માલિકની હાજરીમાં પેઢીની તપાસ કરતાં પેઢીના કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરેલ પોલીથીનની બેગમાં સંગ્રહ કરેલ મલાઈ (પેક્ડ) 800 કિગ્રા., મીઠો માવો (પેક્ડ) 400 કિગ્રા. તથા પેઢીમાં રહેલ કેરેટમાં સંગ્રહ કરેલ છાસ (પેક્ડ) 900 લિટર નો જથ્થો માનવ આહાર માટે વેચાણ અર્થે રાખવામાં આવ્યાનું દેખાયું હતું.
આ તમામ પોલીથીન બેગમાં સંગ્રહ કરેલ જથ્થા પર ફુડ એકટના નિયમ મુજબ ઉત્પાદનનું નામ, ઉત્પાદન કર્યા અંગેની વિગતો કે ઉત્પાદનોની એકપાયરી, બેસ્ટ બિફોર અંગેની વિગતો દર્શાવેલ ન હતી. આ જથ્થો પડતર હોવાનું ડેરીના માલિકે સ્વીકાર્યુ હતું. આથી તમામ જથ્થો માનવ આહાર માટે યોગ્ય ન હોય સોલીડ વેસ્ટ વિભાગના વાહન સ્થળ પર બોલાવી ઉપરોક્ત પેક્ડ ખાદ્યચીજોનો અંદાજીત કુલ મળી 2000 કિલો જથ્થાને કચરામાં ફેંકી દેવાયો હતો.
આ પેઢીમાં ઉત્પાદક તરીકેનું લાયસન્સ લેવા તથા પેઢીમાં યોગ્ય સ્ટોરેજ કરવા તેમજ એફએસએસએઆઇ ના નિયમ મુજબ પેઢીમાં ઉત્પાદન કરતાં ખાદ્યચીજોના પેકિંગ પર લેબલિંગ કરી વિગતો દર્શાવવા બાબતે નોટિસ આપવામાં આવેલ છે ઉપરાંત આ ડેરીમાંથી 1. ડ્રાયફ્રૂટ શિંખંડ (લુઝ), 2. પનીર (લુઝ), 3. અંજીર કાજુ આઇસ્ક્રીમ (લુઝ)ના નમુના લઇ લેબોેરેટરીમાં મોકલી આપ્યા છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.