ખાનપુર થી લીમડીયા જતા ભાઈ-બહેન પર વૃક્ષ ધરાશાયી થતાં બહેનનું ઘટના સ્થળે મોત - At This Time

ખાનપુર થી લીમડીયા જતા ભાઈ-બહેન પર વૃક્ષ ધરાશાયી થતાં બહેનનું ઘટના સ્થળે મોત


મહીસાગર જિલ્લાના ખાનપુરથી લીમડીયા જતા હાઇવે માર્ગ પર રંગેલી ગામ વચ્ચે વૃક્ષ ધરાશાયી થતા બાઇકનો અકસ્માત સર્જાયો હતો. જેમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.પ્રાપ્ત માહિતી અનુસાર ખાનપુરના આંટા ગામના ભાઈ-બહેનને અકસ્માત નડયો હતો.જયારે ભાઈ તેની બહેનને મુકવા માટે બાઇક પર જઈ રહ્યો હતો. તે સમય દરમિયાન રંગેલી ગામ પાસે હાઇવે રોડ પર બાઇક ઉપર વૃક્ષ પડતા બાઇકમાં સવાર બહેનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બાઇક ચાલક ભાઈને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટના બનતા જ ઘટના સ્થળે સ્થાનિક લોકો દોડી આવ્યાં હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ 108 ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્ત બાઇક સવારને હોસ્પિટલ ખસેડાયા હતા.જયારે ખાનપુર થી લીમડીયા જતા માર્ગ ઉપર આવેલ જોખમી વૃક્ષો કારણે અનેક વાર અકસ્માત સર્જાવાની ઘટનાઓ જોવા મલી રહી છે.જયારે તંત્રની નિષ્કાળજીના કારણે અને‌ અકસ્માતના ભોગ બનતા વાહન ચાલકો.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.