રતનપર ગામે સરપંચના અધ્યક્ષસ્થાને તિરંગા યાત્રા યોજાઈ
હર ઘર તિરંગા અભિયાન હેઠળ રતનપર ગામ ખાતે સરપંચ રતનપર ગ્રામપંચાયત દેવશીભાઈ ઓડેદરાની વિશેષ ઉપસ્થિતિમાં વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી.તિરંગાયાત્રામાં વિદ્યાર્થીઓમાં અદભુત ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે.જે રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને અતુટ ભાવનાનું પ્રતીક છે.આ રાષ્ટ્રપ્રેમ જ ભારતને વિકાસની નવી ઉંચાઇ પર લઈ જવા સાથે વિકસિત રાષ્ટ્રના નિર્માણની શક્તિ બનશે.આ તિરંગા યાત્રામાં મંત્રી કિરણબેન માવદિયા, ભાવનાબેન મોરી, આરોગ્ય શાખાનો સ્ટાફ, રતનપર પ્રાથમિક શાળાના આચાર્ય લાભુબેન મોકરીયા, શિક્ષકો ભરતભાઈ વાઢેર, અંકિતાબેન, સદસ્યો રતનપર ગ્રામપંચાયત પ્રતાપભાઈ કેશવાલા, વેજાભાઈ ઓડેદરા, કેશુભાઈ ઓડેદરા તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહેલ હતા.
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.