બાલાસિનોરમાંથી ૧૪.૨૪ લાખના મોબાઈલ ચોરી કરનાર બે આરોપીઓની ધરપકડ - At This Time

બાલાસિનોરમાંથી ૧૪.૨૪ લાખના મોબાઈલ ચોરી કરનાર બે આરોપીઓની ધરપકડ


બાલાસિનોરમાંથી ૧૪.૨૪ લાખના મોબાઈલ ચોરી કરનાર બે આરોપીઓની ધરપકડ

આરોપીઓએ પંચમહાલ,ખેડા મહીસાગર અને અરવલ્લી જિલ્લામાં પણ ચોરીઓ કરી હોવાની કબુલાત કરી

ચોરી માટે ઉપયોગમાં લીધેલ કાર તથા બે મોબાઇલ મળી ૧૫ લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો

બાલાસિનોર : રાત્રિના સમયે રોડ ઉપરની પાન ગલ્લાની દુકાનો તેમજ કરિયાણાની દુકાનોની રેકી કરી ગેસ કટર વડે દુકાન તોડી ચોરી કરતા બે આરોપીઓને બાલાસિનોર ટાઉન પોલીસે ઝડપી લીધા છે આરોપીઓએ દસ દિવસ પહેલા બાલાસિનોર મોબાઇલની દુકાન તોડી ૧૪.૨૪ લાખ રૂપિયાની કિંમતના ૫૧ મોબાઈલ ની ચોરી કરી હતી. ઝડપી લેવામાં આવેલ આરોપીએ અન્ય જિલ્લામાં પણ ચોરીઓ કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે.

બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સરવરિયા ગામે દસ દિવસ પહેલા રાત્રિના સમયે મોબાઇલની દુકાન તોડી ચોર ચોરથી તેમાંથી અલગ અલગ કંપનીના ૫૧ મોબાઈલ ચોરી ગઈ હતી ૧૪૨૪૯૪૯ રૂપિયાની કિંમતના મોબાઇલની ચોરી થતો બાલાસિનોર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી પોલીસ તપાસ ચલાવી રહી હતી તે સમયે પીઆઇ એમ કે ખોટની મળેલ માહિતી અને ટેકનિકલ સરેરાશના આધારે ૧૪.૨૪ લાખ રૂપિયા ના મોબાઈલ ચોરનાર બે આરોપીઓ ફિરોજ મોહમ્મદ રફીક ભિસ્તી અને સાદિક મોહમ્મદ રફીક ભિસ્તી (બંને રહેવાસી શિગલ ફળિયા,મસ્જિદ પાસે,ગોધરા) ની ધરપકડ કરવામાં આવી હતી. આ બંને આરોપીઓ પાસેથી ચોરીનો ઉપયોગમાં લેવાયેલ એક કાર અને બે મોબાઈલ મળી ૧૫૦૪૯૪૯ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

બાલાસિનોર ટાઉન પોલીસે બંને આરોપીઓની પૂઠ પરત કરતો આરોપીઓ રાત્રિના સમયે રોડ ઉપરની પાન ગલ્લા ની દુકાનો તેમજ ખાસ કરીને કરિયાણાની દુકાનોની અગાઉથી રેખી કરતા હતા અને ગેસ કટર વડે દુકાન તોડી ચોરીઓ કરતા હતા. બંને આરોપીઓએ પંચમહાલ મહીસાગર ખેડા તેમજ અરવલ્લી જિલ્લામાં પણ ચોરિયો કરી હોવાની કબુલાત કરી હતી.

બંને આરોપીઓએ કયો કયો ચોરિયો કરી
૧ પંચમહાલના ગોધરા મુનલાઈટ વિસ્તારમાં દોઢ માસ અગાઉ કરિયાણાની દુકાનમાં કરિયાણાના સામાન તથા રોકડ રકમની ચોરી કરી
૨.ખેડાના ઉમરેઠ ઓડ બજાર વિસ્તારમાં બે- અઢી માસ પહેલાં પાન પડીકીની દુકાનમાં વિમલ તથા સિલ્વર પડીકીના પેકેટ તથા રોકડની ચોરી કરી
૩.અરવલ્લીના બાયડ માધવ ચોકડી ખાતે દોઢ મહિના પહેલા હોલસેલ કરિયાણાની દુકાનમાં તેલના ડબ્બા તથા રોકડ રકમની ચોરી કરી
૪.મહીસાગરના ધોળી ડુંગળી ચોકડી થી વિરપુર રોડ ઉપર બાર ચોકડી ખાતે એકાદ મહિના પહેલા પાન મસાલા ના ગલ્લામાંથી સિલ્વર પડીકીના પેકેટ તથા રોકડ રકમની ચોરી કરી
૫.બાલાસિનોર દેવ ચોકડી તરફ આશરે દસ દિવસ પહેલા મોબાઈની દુકાનમાંથી ૧૪ લાખની કિંમત ના ૫૧ મોબાઇલની ચોરી કરી
૬.મહીસાગરના હાડોડ ત્રણ રસ્તા ખાતે ૧૫ દિવસ પહેલા કરિયાણાની દુકાનમાં તેલના ડબ્બા તથા રોકડ રકમની ચોરી કરી
૭.અરવલ્લીના મોડાસા માલપુર ચોકડીથી શામળાજી રોડ તરફની આશરે એકાદ માસ પહેલો પાન મસાલા ના ગલ્લામાંથી રોકડ રકમની ચોરી કરી
૮.ખેડાના ઠાસરા રેલવે સ્ટેશનની સામે એકાદ માસ પહેલા કરિયાણાની દુકાનનું શટલ તોડવાનો પ્રયાસ કર્યો

રિપોર્ટર ભૌમિક પટેલ બાલાસિનોર
9714056889


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.