શંકરસિંહ વાઘેલા સન્માન સમિતિ દ્વારા શૌર્યધામ ને એક કરોડનો ચેક અર્પણ કરવામાં આવશે
દાન અને દાતારી તો ક્ષત્રિયો ના લોહીમાં જ હોય
ગુજરાતના અગ્રણી ક્ષત્રિય રાજકીય આગેવાન શંકરસિંહજી વાઘેલા બાપુને તેમના ૨૧- ૭-૨૦૨૪ ના રોજ આવનાર જન્મદિને શૌર્યધામ ફાગવેલ ખાતે બપોરે બે કલાકે જાહેર સમારંભના આયોજનમાં સન્માન સમિતિ દ્વારા રૂપિયા એક કરોડના ચેકની અર્પણ વિધિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને આ ચેક તેઓના દ્વારા શૌર્યધામ ફાગવેલને અર્પણ કરવામાં આવનાર છે. સન્માન સમારંભના અગ્રણી અને સરપંચ બુધાભાઈ રાઠોડ ના જણાવ્યા અનુસાર પૂર્વ કેન્દ્રીય મંત્રી શંકરસિંહજી વાઘેલા દ્વારા અનેક લાભાન્વિત યુવાનો તથા આગેવાનોને આ સન્માન નિધિમાં યથાશક્તિ ફાળો આપવા અનુરોધ કરવામાં આવ્યો છે. ગુજરાત પ્રદેશ તથા કેન્દ્રના અનેક પ્રકલ્પોમાં જાહેર જીવનમાં તન મન ધનથી સક્રિય રહેનાર અને સૌને મદદરૂપ થનાર શંકરસિંહજી બાપુના ફાગવેલ ખાતે યોજાનાર આ સન્માન સમારોહમાં સૌને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેવા પણ નિયંત્રણ આપવામાં આવ્યું છે.
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.