સંવેદન ગૃપ દ્વારા ૯૫.મું ચક્ષુદાન સ્વીકારાયું - At This Time

સંવેદન ગૃપ દ્વારા ૯૫.મું ચક્ષુદાન સ્વીકારાયું


સંવેદન ગૃપ દ્વારા ૯૫.મું ચક્ષુદાન સ્વીકારાયું 

અમરેલીના માણેકપરા વિસ્તારમાં વસતાં રાંઢિયાવાળા મંજુલાબેન છોટાલાલ સાદરાણી (ઉં.વ. ૮૭)નું તા.૨૫-૨-૨૦૨૩ શનિવારના રોજ અવસાન થતાં તેમનાં સંતાનો દ્વારા સ્વર્ગસ્થનું ચક્ષુદાન કરવામાં આવેલ.
નેત્રદાનના અંગે જાગૃતિ દાખવતાં અમરેલીના અગ્રણી વેપારી સાદરાણી નવીનભાઈ, ધીરૂભાઈ, હરેશભાઈ, શરદભાઈ તથા હર્ષાબેન કોટેચાએ માતુશ્રીના અવસાન બાદ ચક્ષુદાનનો નિર્ણય કર્યો અને સંસ્કાર ગૃપના નીતિનભાઈ ખિમાણી, સંજયભાઈ મહેતા, જનકભાઈ જોષી, દિપકભાઈ ગાંગડિયાના માધ્યમથી ચક્ષુદાન માટે કાર્યરત સંસ્થા સંવેદન ગૃપનો સંપર્ક હતો. આ ચક્ષુદાન સ્વીકારવા માટે સંવેદન ગૃપના પ્રમુખ વિપુલ ભટ્ટી સાથે ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાંચના સેક્રેટરી મેહુલભાઈ વ્યાસ તથા દર્શન પંડ્યાએ સેવા આપી હતી. સાદરાણી પરિવારે માનવતા મહેકાવતા સ્વજનના મૃત્યુ બાદ ચક્ષુદાન કરી સમાજ માટે પ્રેરણાદાયી ઉદાહરણ પુરું પાડ્યું છે એમ સંસ્થાના મંત્રી મેહુલ વાઝાએ જણાવ્યું છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.