વિધાનસભાની સામાન્ય ચુંટણીને અનુલક્ષીને ૧૦ જિલ્લાના આર.ઓ. તથા એ.આર.ઓ.ની તાલીમ યોજાઈ - At This Time

વિધાનસભાની સામાન્ય ચુંટણીને અનુલક્ષીને ૧૦ જિલ્લાના આર.ઓ. તથા એ.આર.ઓ.ની તાલીમ યોજાઈ


વિધાન સભાની સામાન્ય ચુંટણી ને અનુલક્ષી ને ૧૦ જિલ્લાના આર.ઓ. તથા એ.આર.ઓ.ની તાલીમ યોજાઈ

ગુજરાત વિધાન સભાની ચૂંટણી ને અંતર્ગત તમામ પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. રાષ્ટ્રીય કક્ષા ના નેતઓ પણ રાજ્યની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે આ વચ્ચે મળતા અહેવાલ પ્રમાણે ચૂંટણી પંચે પણ હવે તૈયારીઓ આંરભી દીધી છે. રાજ્યમાં વિધાન સભાની ચૂંટણીને લઈને ચૂંટણી પંચે તૈયારી શરૂ કરી છે.

વિધાન સભાની સામાન્ય ચુંટણી ને અનુલક્ષી ને ચુંટણીતંત્ર દ્વારા તૈયારી ઓ ચાલી રહી છે. જે અંતર્ગત આજરોજ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે દસ જિલ્લાના ચુંટણી અધિકારી ઓ તથા મદદનીશ ચુંટણી અધિકારીઓની તાલીમ આપવા માં આવી રહી છે.

જેમાં સુરત, નવસારી, ડાંગ, તાપી, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, વલસાડ, ભરૂચ જિલ્લાના આર.ઓ. તથા એ.આર.ઓ.ની તાલીમ યોજાઈ હતી.

વિધાનસભાની સામાન્ય ચૂંટણીને લઈને ચૂંટણી તંત્ર તળાવમાં તૈયારી કરતું દેખાઈ રહ્યું છે ઉલ્લેખનીય છે કે વિધાનસભાની સામાન્ય ચૂંટણીને લઈને આજરોજ સુરત નવસારી ડાંગ તાપી છોટાઉદેપુર પંચમહાલ વડોદરા વલસાડ ભરૂચ જિલ્લાના આરઓ તથા એ આરોને તાલીમ આપવામાં આવી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.