અમદાવાદ અને સુરત દર DRIની ટીમ દ્વારા સિગારેટનો મોટો જથ્થો ઝડપ્યો
આજે ગુજરાતના કચ્છમાં આવેલા મુદ્રા પોર્ટ પરથી ડીઆરઆઈની ટીમ દ્વારા કન્ટેનરમાં તપાસ કરતા ઈ સિગારેટનો મોટો જથ્થો પકડી પડ્યો હતો. ડીઆરઆઈની ટીમે પ્રાથમિક તપાસ કરતા આ પકડાયેલા જથ્થો પાડોસી દેશ ચીનમાંથી આવ્યો હતો. આ તપાસ માટે અમદાવદ અને સુરત ડીઆઈઆરની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધાર્યું હતું.
આ સંયુક્ત ઓપરેશનમાં કચ્છના મુદ્રા પોર્ટ પરથી લગભગ 48 કરોડથી પણ વધુની ઈ સિગારેટનનો જથ્થો ઝડપી પડ્યો હતો. આ ટીમ દ્વારા શંકાસ્પદ કન્ટેનરને અટકાવામાં આવ્યું હતું અને તેમાં તપાસ કરતા બે લાખ ચારસો પ્રતિબંધિત ઈ સિગારેટના પેકેટ્સ મળી આવ્યા હતા. આ ઉપરાંત કન્ટેનરમાંથી મિસડિક્લેરેશનનો પણ જથ્થો મળી આવ્યો હતો. અત્યારે ટીમ દ્વારા આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. નોંધનીય છે કે ભારત સરકાર દ્વારા આ પ્રકારનું ઈ સિગારેટ પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. આ આગાઉ પણ ઈ સિગારેટનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. સુરતના સચિન હાઈવે પરથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. DRIની ટીમ દ્વારા તપાસ કરતા કન્ટેનરમાંથી 2 લાખ સ્ટિક્સ મળી આવ્યા હતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.