વડોદરા/ MS યુનિવર્સિટીમાં ચૂંટણી નજીક આવતા વિદ્યાર્થી સંગઠનોની સક્રિયતા વધી, તડજોડની રાજનીતિ શરુ - At This Time

વડોદરા/ MS યુનિવર્સિટીમાં ચૂંટણી નજીક આવતા વિદ્યાર્થી સંગઠનોની સક્રિયતા વધી, તડજોડની રાજનીતિ શરુ


એમ.એસ.યુનિવર્સિટીની વિદ્યાર્થી સંઘની ચૂંટણી આ વર્ષે યોજાવાની શક્યતાઓના પગલે યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થી સંગઠનોની સક્રિયતા તો વધી જ ગઈ છે પણ હવે તડજોડની રાજનીતિ પણ શરુ થઈ ગઈ છે. યુનિવર્સિટીના વિદ્યાર્થી સંગઠન વિદ્યાર્થી વિકાસ સંઘે દાવો કર્યો હતો કે, એનએસયુઆઈમાંથી ૩૦૦ કાર્યકરો આજે વિદ્યાર્થી વિકાસ સંઘમાં જોડાઈ ગયા છે.આજે વિદ્યાર્થી વિકાસ સંઘની કારોબારીમાં આ જાહેરાત કરવામાં આવી હતી.જેમાં વડોદરા શહેર પ્રમુખના તેમજ વિદ્યાર્થી વિકાસ સંઘના એમએસજોકે વિદ્યાર્થી વિકાસ સંઘના દાવાને કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ દ્વારા ફગાવી દેવાયો છે.એનએસયુઆઈનુ કહેવુ છે કે, જે પણ કાર્યકરો વિદ્યાર્થી વિકાસ સંઘ સાથે જોડાયા હોવાનો દાવો કરાઈ રહ્યો છે તે એનએસયુઆઈના છે જ નહીં. છેલ્લા બે ઈલેક્શનથી તેઓ વીવીએસ સાથે જ જોડાઈને આ સંગઠનનો જ પ્રચાર કરે છે અને તેના પૂરાવા આપતા ફોટોગ્રાફ પણ છે.માત્ર જશ ખાટવા માટે વીવીએસ દ્વારા ઉપરોકત દાવો કરાઈ રહ્યો છે.ઉલટાનુ વીવીએસમાં જોડાયા હોવાનો દાવો થઈ રહ્યો છે તે તૃષેન દેશમુખ અને તેના કાર્યકરોના આકા અને પૂર્વ એનએસયુઆઈના પ્રમુખનુ પણ જે તે સમયે રાજીનામુ લઈ લેવામાં આવ્યુ હતુ. હજી સુધી યુનિવર્સિટી સત્તાધીશોએ વિદ્યાર્થી સંઘની ચૂંટણી જાહેર કરવા માટે કોઈ હિલચાલ કરી નથી.કારણકે હજી તો એફવાયની પ્રવેશ કાર્યવાહી પણ પૂરી થઈ નથી.આમ છતા વિદ્યાર્થી સંગઠનો આ વર્ષે નિશ્ચિત પણે ચૂંટણી યોજાશે તેમ વિચારીને કેમ્પસમાં ચૂંટણી પ્રચાર માટે સક્રિય થઈ ગયા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.