યસ બેન્ક છેતરપિંડી મામલે CBIની મોટી કાર્યવાહી, રાણા કપૂર અને ગૌતમ થાપર વિરુદ્વ ચાર્જશીટ દાખલ કરી
સીબીઆઇએ યસ બેન્ક મામલે મોટી કાર્યવાહી કરતા યસ બેન્કના પૂર્વ સીઇઓ અને એમડી રાણા કપૂરની સાથે સાથે અવંતા ગ્રૂપના પ્રમોટર ગૌતમ થાપર વિરુદ્વ ચાર્જશીટ દાખલ કરી છે. તેની વિરુદ્વ 466.51 કરોડ રૂપિયાની બેન્ક છેતરપિંડી મામલે ચાર્જશીટ દાખલ કરી છે. અધિકારીઓએ આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે ગત વર્ષે 2 જૂનના રોજ દાખલ કરાયેલી એફઆઇઆરમાં કપૂરનનું નામ શંકાસ્પદ રીતે ન હતું. પરંતુ તપાસ દરમિયાન કૌભાંડમાં તેની સંડોવણીનો ખુલાસો થયો હતો.
ગત વર્ષે FIR દાખલ કરાઇ હતી
તપાસ એજન્સીએ મુંબઇની વિશેષ CBI અદાલતમાં દાખલ કરેલી ચાર્જશીટમાં થાપર અને ઑયસ્ટર બિલ્ડવેલ પ્રાઇવેટ લિમિટેડનું નામ પણ કૌભાંડમાં લીધુ છે. તત્કાલીન મુખ્ય સતર્કતા અધિકારી આશીષ વિનોદ જોષીથી ફરિયાદ મળવાના છ દિવસની અંદર સીબીઆઇએ ગત વર્ષે 2 જૂનના રોજ FIR દાખલ કરી હતી. તે થાપર, ઓબીપીએલના ડાયરેક્ટર રઘુબીર કુમાર શર્મા, રાજેન્દ્ર કુમાર મંગલ અને તાપસી મહાજન, અવંતા રિયલ્ટી પ્રાઇવેટ લિમિટેડ તથા ઝાબુઆ પાવર લિમિટેડના અધિકારીઓની વિરુદ્વ ફરિયાદ દાખલ કરાઇ હતી.
15 મહિનાની તપાસ બાદ ચાર્જશીટ આવી
અધિકારીઓ અનુસાર લગભગ 15 મહિનાની તપાસ બાદ એજન્સીએ સ્પેશ્યલ કોર્ટ સામે ચાર્જશીટ રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે એજન્સીએ અત્યાર સુધી અજાણ્યા વ્યક્તિઓના મોટા ષડયંત્ર અને ભૂમિકાનો પર્દાફાશ કરવા માટે તપાસ ખુલ્લી રાખવામાં આવી છે.
આ છે આરોપ
અધિકારીઓ અનુસાર આ મામલામાં આરોપ છે કે આરોપીઓએ આપરાધિક ષડયંત્ર, આપરાધિક વિશ્વાસઘાત, છેતરપિંડી અને જનતાનો નાણાંનો વપરાશ કરવા માટે 466 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.