મોટો ખુલાસોઃ પુતિનની કાર પર થયો બોમ્બથી હુમલો, આવી રીતે બચી ગયો જીવ, અનેક બોડીગાર્ડ સસ્પેન્ડ - At This Time

મોટો ખુલાસોઃ પુતિનની કાર પર થયો બોમ્બથી હુમલો, આવી રીતે બચી ગયો જીવ, અનેક બોડીગાર્ડ સસ્પેન્ડ


યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને લઈને મોટો ખુલાસો થયો છે. આ ખુલાસા બાદ રશિયામાં ખળભળાટ મચી ગયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની કાર પર બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો અને તેમને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ આ સમાચારથી રાષ્ટ્રપતિની સુરક્ષાને લઈને સવાલો ઉભા થયા છે.

કારની ડાબી બાજુએ વિસ્ફોટ થયો હતો

રશિયન પ્રમુખની કારની ડાબી બાજુએ "ઉચ્ચ વિસ્ફોટ" થયો હોવાનું કહેવાય છે અને ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. ઉતાવળમાં સુરક્ષાકર્મીઓએ પુતિનને લિમોઝીન કારમાં સલામત રીતે બહાર કાઢ્યા. આ ઘટનામાં પુતિનને કોઈ નુકસાન થયું નથી.

આવી રીતે બચાવી જિંદગી

એવું કહેવામાં આવી રહ્યું છે કે. પુતિન પોતાના સત્તાવાર નિવાસસ્થાને પરત ફરી રહ્યા હતા, જ્યારે થોડા કિલોમીટર પહેલા એક એમ્બ્યુલન્સે સુરક્ષા ટુકડીની પ્રથમ કારને રોકી હતી. રોકાયા બાદ પુતિનની કારમાં ડાબી બાજુએ જોરદાર અવાજ સંભળાયો અને પછી તેમાંથી ધુમાડો નીકળવા લાગ્યો. આ પછી કારને બોમ્બપ્રૂફ અને બુલેટપ્રૂફ સુરક્ષાકર્મીઓથી ઘેરી લેવામાં આવી હતી અને આસપાસ ફેલાતા ધુમાડાને દૂર કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. થોડી જ સેકન્ડોમાં પુતિનને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા. બાદમાં એમ્બ્યુલન્સની તપાસ કરવામાં આવી અને ડ્રાઇવિંગ સીટ પર એક મૃતદેહ મળી આવ્યો. પુતિન પર હુમલો કરનાર વ્યક્તિ આત્મઘાતી બોમ્બર હોવાની આશંકા છે.

કેટલાક સુરક્ષાકર્મીઓને ધરપકડ અને સસ્પેન્ડ કરાયા

સૂત્રોના જણાવ્યા અનુસાર પુતિનની સુરક્ષા સેવાના કેટલાય લોકોની ધરપકડ કરવામાં આવી છે. આટલું જ નહીં, પુતિનના આગમનની માહિતી લીક થયા બાદ તેમના ઘણા બોડીગાર્ડને હટાવી દેવામાં આવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.