પાટણ ખાતે થી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના 72 હજાર પોસ્ટ કાર્ડ લખાયા - At This Time

પાટણ ખાતે થી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના 72 હજાર પોસ્ટ કાર્ડ લખાયા


પાટણ ખાતે થી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના 72 હજાર પોસ્ટ કાર્ડ લખાયા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે પાટણ જિલ્લા ભાજપ પરિવાર દ્વારા સેવા પખવાડિયા નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 17 મી સપ્ટેમ્બર થી બીજી ઓક્ટોબર સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજરોજ પાટણ જિલ્લામાંથી ૭૨૦૦૦ જેટલા લાભાર્થીઓ દ્વારા લખવામાં આવેલ પોસ્ટ કાર્ડ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે લાવવામાં આવ્યા હતા અને તેનું પેકીંગ કરીને વડાપ્રધાન કાર્યાલય ખાતે મોકલવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી . આર . પાટિલને મોકલવા માટે તૈયારી કરાઇ હતી . આ અંગે વધુ જાણકારી આપતાં પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોરે જણાવ્યું હતું કે , પાટણ જિલ્લાના પ્રભારીમંત્રી જગદીશભાઇ વિશ્વકર્માનાં માર્ગદર્શન હેઠળ લાભાર્થીઓએ પોસ્ટકાર્ડ પાઠવીને નરેન્દ્ર મોદીનો ઋણ સ્વીકાર કરી તેમના દીર્ઘાયુષ માટે પ્રાર્થના કરી છે . જેમાં સરકાર વિવિધ યોજનાઓ હેઠળ લાભાર્થીઓને લાભ મળે છે . જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પાટણ જિલ્લાનાં આવાસ વિહોણા કુલ ૧૫ , ૦૦૦ લાભાર્થીઓને રૂા દોઢ લાખ જેટલી માતબર સહાય , આયુષ્યમાન યોજના હેઠળ આરોગ્ય સામે રક્ષણ મળે તે માટે ત્રણ લાખ આઠ હજાર લાભાર્થીઓને જન આયુષકાર્ડ આપ્યા , ખેતીવાડી યોજના હેઠળ ખેડૂતોને ટ્રેક્ટર સહિતના ખેતીની સાધન સહાય , પ્લોટ વિહોણા લાભાર્થીઓને પ્લોટ ફાળવવામાં આવી રહ્યા છે , વીજ વિહોણા લાભાર્થીઓને વિજ કનેક્શન તેમજ ખેડૂતોને પિયત સુવિધા માટે વિજ પુરવઠો પુરો પાડવામાં આવી રહ્યો છે વિધવા બહેનોને નિરાધારની અનુભૂતિનાં થાય તે માટે વિધવા સહાય આપવામાં આવી રહી છે આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી રમેશભાઇ સિંધવ , શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરી , વિરેશભાઇ વ્યાસ , ગૌરવ મોદી , જયેશભાઇ દરજી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.