તળાજા નજીક આવેલ છે શીતળા માતાજીના મંદિરે મેળો ભરાયો ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં સાંગાણા કામરોલ તરફ જતા માર્ગ ઉપર આવતા શીતળા માતાજીના મંદિરે વર્ષોની પરંપરા મુજબ દર વર્ષે અહીં મેળો ભરાય છે તળાજા શહે - At This Time

તળાજા નજીક આવેલ છે શીતળા માતાજીના મંદિરે મેળો ભરાયો ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં સાંગાણા કામરોલ તરફ જતા માર્ગ ઉપર આવતા શીતળા માતાજીના મંદિરે વર્ષોની પરંપરા મુજબ દર વર્ષે અહીં મેળો ભરાય છે તળાજા શહે


તળાજા નજીક આવેલ છે શીતળા માતાજીના મંદિરે મેળો ભરાયો

ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં સાંગાણા કામરોલ તરફ જતા માર્ગ ઉપર આવતા શીતળા માતાજીના મંદિરે વર્ષોની પરંપરા મુજબ દર વર્ષે અહીં મેળો ભરાય છે તળાજા શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં દર્શને આવે છે અને અહીં દર વર્ષે મેળો ભરાય છે તેવી જ રીતે આજે પણ સવારથી જ માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું નવા હાઇવે ના બ્રિજ નીચે પાણી ભરાયેલ હોવાને લઈને લોકો પરેશાન થયા હતા મેળામાં માનવ મહેરામણ ઉલટી પડતાં હોમગાર્ડ પોલીસ તેમજ જી.આર.ડી ના જવાનો પણ ખડે પગે ફરજ બજાવતા જોવા મળ્યા હતા છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારીના કારણે મેળા નું આયોજન બંધ રાખવામાં આવતું હતું પરંતુ આ વર્ષે કોરોનાની મહામારી હળવી પડતા લોકો મેળામાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. માનવ મેહરામણ ની વચ્ચે કોઈ અનિચ્છદ બનાવ ન બને તેવા હેતુ સાથે પોલીસ અધિકારી દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવતું હતું તળાજા તાલુકા સહિત આજુબાજુના તાલુકાના લોકો પણ મેળામાં ઉમટી પડ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.