ગાંધીગ્રામ જીવન પદયાત્રા શરુ કરી ૩૦ ની ટીમ સાથે બે અધ્યાપકો અલગ અલગ ગામમાં પદયાત્રા કરી
ગુજરાત વિદ્ધાપીઠ સંચાલિત મહાદેવ દેસાઈ ગ્રામ સેવા સંકુલમાં ગાંધી વિચાર પ્રેરિત જીવન શૈલીથી વિવિધ વિષયોમાં અભ્યાસ કરે છે.અને આ અભ્યાસક્રમના ભાગરૂપે જ દર વર્ષે ગાંધી જયંતી આસપાસના સપ્ટેમ્બર માસમાં અંતિમ સપ્તાહમાં વિધાર્થીઓ સાથે ચાર અધ્યાપકો અલગ અલગ જીલ્લામાં જાય છે અને આસપાસના ગામોમાં પદયાત્રા કરી ગ્રામ જીવનનો પ્રથમ દર્શી અનુભવ લઇ ગામ લોકોમાં ગાંધી પ્રેરિત વિચારો વિષે જાગૃતિ ફેલાવે છે.
પ્રાંતિજના સોનાસણ ખાતે સાબર ગ્રામ વિધાપીઠમાં ચાર અધ્યાપક ડૉ.દિવ્યેશ ભટ્ટ, ડૉ રાજેન્દ્ર જોશી, બળદેવભાઈ મોરી અને ડૉ મોતીભાઈ દેવુ સાથે ૬૦ વિધાર્થીઓ છે જેમાં ૨૪ વિધાર્થીનીઓ અને ૩૬ વિધાર્થીઓ છે અને સાબર ગ્રામ વિધાપીઠમાં રોકાણ કર્યું છે. આજે સવારથી ગાંધીગ્રામ જીવન પદયાત્રા શરુ કરી છે જેમાં. ૩૦ ની ટીમ સાથે બે અધ્યાપકો અલગ અલગ ગામમાં પદયાત્રા કરી નીકળે છે.જ્યાં ગામમાં પંચાયત અને સ્કુલની મુલાકાત લે છે. ત્યારબાદ ગામમાં ગ્રામજનો સાથે સંવાદ કરી ગામનો ઈતિહાસ, સાંસ્કૃતિક પરિવેશ વિષે સંવાદ કરી માહિતી મેળવે છે. દરરોજ ગામમાં પદયાત્રા કરીને જવાનું અને સાંજે પદયાત્રા કરીને પરત આવી દિવસ દરમિયાન અનુભવો અને માહિતીની વિધાર્થીઓ એકબીજા સાથે ચર્ચા કરે છે. તો લેખિતમાં પ્રાધ્યાપકોને આપે છે. આમ ૬૦ વિધાર્થીઓ ચાર અધ્યાપકો સાથે પાચ દિવસમાં ૧૬ ગામોમાં પદયાત્રા કરશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.