ક્રિપ્ટોમાર્કેટમાં બિટકોઇનને હવે ટક્કર આપશે આ ક્રિપ્ટોકરન્સી, ગ્રાહકો પણ તેમાં રોકાણ માટે ઉત્સુક - At This Time

ક્રિપ્ટોમાર્કેટમાં બિટકોઇનને હવે ટક્કર આપશે આ ક્રિપ્ટોકરન્સી, ગ્રાહકો પણ તેમાં રોકાણ માટે ઉત્સુક


ક્રિપ્ટોકરન્સીની શરૂઆત બાદથી અત્યાર સુધી ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં બિટકોઇનનો દબદબો યથાવત્ રહ્યો છે. દરેક ક્રિપ્ટોકરન્સીની યાદીમાં બિટકોઇન હંમેશા ટોપ પરફોર્મર રહી છે. પરંતુ હવે તેને સ્પર્ધા આપવા માટે બીજી સૌથી મોટી કરન્સી ઇથેરિયમ તૈયાર છે. તેનાથી બિટકોઇનને પડકાર મળી રહ્યો છે.

એક એજન્સી અનુસાર, કેટલાક દિવસો બાદ ઇથેરિયમ એક સોફ્ટવેર અપડેટ કરવાની યોજના બનાવી રહ્યું છે. ઇથેરિયમ ફાઉન્ડેશન તેને ઇથેરિયમ મર્જ કહે છે. રિપોર્ટ અનુસાર સંભવિત મર્જ ઇવેન્ટ બાદ બીજી સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી ડિફ્લેશનરી થઇ જશે.

ક્રિપ્ટો માર્કેટમાં ઇથેરિયમની કિંમત વધી

કોઇન માર્કેટ કેપ અનુસાર ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં બિટકોઇનની કિંમત આ વર્ષે જૂનના મધ્યમાં 47.5 ટકાથી ઘટીને 39.1 ટકા સુધી થઇ છે. બીજી તરફ, ઇથેરિયમ 16 ટકાથી વધીને 20.5 ટકા થયો છે. વર્ષ 2021ના જાન્યુઆરી મહિનાના સમયમાં ક્રિપ્ટો માર્કેટમાં બિટકોઇનનું વર્ચસ્વ 72 ટકા હતું જ્યારે ઇથેરિયમ માર્કેટમાં 10 ટકા વર્ચસ્વ હતું.

ફંડ મેનેજમેન્ટ ફર્મ સોલરાઇઝ ફાઇનાન્સમાં નાણાકીય રણનીતિના પ્રમુખ જોસેફ એડવર્ડ્સે કહ્યું કે, ઇથેરિયમ નેટવર્કની સફળતાને જોતા ગ્રાહકો હવે ઇથેરિયમને પણ અનિવાર્યપણે એક સુરક્ષિત એસેટ તરીકે જોઇ રહ્યા છે. બુધવારે તે મર્જ થવાની આશા છે. મર્જની સાથે જ સંભવિત રીતે ઇથેરિયમની કિંમત વધી શકે છે. જો કે ક્રિપ્ટો માર્કેટમાં કઇ જ નિશ્વિત નથી.

ડિજીટલ એસેટ રિસર્ચના સીઇઓ ડોગ શ્વેને કહ્યું કે કેટલાક રોકાણકારોમાં ઇથેરિયમને લઇને ઉત્સુકતા છે. જો કે, તેમણે ચેતવણી આપી કે હજુ પણ ઇથેરિયમ બિટકોઇન કરતાં ખૂબ જ પાછળ છે. બિટકોઇન હજુ પણ સૌથી પ્રચલિત ક્રિપ્ટોકરન્સી છે. માર્કેટમાં બિટકોઇનનું માર્કેટ કેપ 427 અબજ ડોલર છે. જ્યારે, ઇથેરિયમનું માર્કેટ કેપ 210 અબજ ડોલર છે. ક્રિપ્ટોક્રાઉનમાં બિટકોઇનની નંબર 1 તરીકે પકડ હજુ પણ મજબૂત છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.