ઓસ્ટ્રેલિયા સામેની T20માં કોણ આગળ છે વિરાટ કોહલી કે રોહિત શર્મા? ટોપ-5 બેટર્સના આંકડા જાણો
ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ T20માં ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ રન કોણે બનાવ્યા છે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 20 સપ્ટેમ્બરથી ત્રણ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી રમાશે. એશિયા કપમાં વિરાટ કોહલીએ જે રીતે બેટિંગ કરી હતી તેનાથી ઓસ્ટ્રેલિયન બોલરોની ચિંતા તો વધી જ હશે, પરંતુ આ સિવાય બીજી એક વાત છે જેનાથી ઓસ્ટ્રેલિયન બોલરોએ સાવધાન રહેવાની જરૂર છે. T20 ઈન્ટરનેશનલમાં ઓસ્ટ્રેલિયા સામે વિરાટનો રેકોર્ડ જબરદસ્ત છે. વિરાટ વિશ્વનો એકમાત્ર એવો બેટ્સમેન છે જેણે ઓસ્ટ્રેલિયા સામે 700થી વધુ T20 રન બનાવ્યા છે.
ઓસ્ટ્રેલિયા સામે ટી-20 ક્રિકેટમાં ભારત તરફથી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોમાં શિખર ધવન બીજા ક્રમે છે, જ્યારે ત્રીજા નંબર પર કેપ્ટન રોહિત શર્માનું નામ આવે છે. એમએસ ધોની ચોથા નંબરે અને યુવરાજ સિંહ પાંચમા નંબરે છે.
વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે 18 ઇનિંગ્સમાં 146.23ની સ્ટ્રાઇક રેટ અને 59.83ની એવરેજથી 718 રન બનાવ્યા છે. ધવને 13 ઇનિંગ્સમાં 139.35ની સ્ટ્રાઇક રેટ અને 28.91ની એવરેજથી 347 રન બનાવ્યા છે. રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામે 16 ઇનિંગ્સમાં 133.61ની સ્ટ્રાઇક રેટ અને 22.71ની એવરેજથી 318 રન બનાવ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.