ઇડર તાલુકાના જાદર ગામે ત્રણ દિવસીય લોક મેળો ભરાય છે જાદર ખાતે ભાદરવા માસના બીજા સોમવારથી આ મેળાનો પ્રારંભ - At This Time

ઇડર તાલુકાના જાદર ગામે ત્રણ દિવસીય લોક મેળો ભરાય છે જાદર ખાતે ભાદરવા માસના બીજા સોમવારથી આ મેળાનો પ્રારંભ


ઇડર તાલુકાના જાદર ગામે ત્રણ દિવસીય લોક મેળો ભરાય છે
જાદર ખાતે ભાદરવા માસના બીજા સોમવારથી આ મેળાનો પ્રારંભ
મુધણેશ્વર મહાદેવથી પ્રસિધ્ધ થયેલ આ ગામમાં લોકો ત્રણ દિવસ મેળા મજા માણવા આવે છે.
મેળામાં એક થી દોઢ લાખ થી વધુ શ્રીફળ દરરોજ ચઢાવાય છે ઝેરી જાનવર કરડવાની પણ બાધા આખડી અહી પુરી કરવામા આવે છે
સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકાના જાદર ગામે ત્રણ દિવસીય લોક મેળો ભરાય છે. મુધણેશ્વર મહાદેવથી પ્રસિધ્ધ થયેલ આ ગામમાં લોકો ત્રણ દિવસ મેળાની મજા માણે છે તો કોઈ ઝેરી જનાવર કરડ્યુ હોય તો અહિ ઝેર ઉતારાય છે અને દાદા ની જે પણ મનોકામના માનવામાં આવે તે પરિપૂર્ણ થાય છે. તો કોરોના કાળ બાદ મેળો ભરાતા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.
ગુજરાતની ઓળખ જ મેળોઓથી છે ત્યારે ઈડરના જાદર ખાતે ભાદરવા માસના બીજા સોમવારથી આ મેળાનો પ્રારંભ થાય છે અને લાખ્ખોની સંખ્યામાં દર્શનાર્થીઓ અહિ આવી મુધણેશ્વર મહાદેવના દર્શન કરીને સાથે મેળાની મજા માણે છે. સાબરકાંઠાનુ જાદર એટલે ત્રીદીવસીય મેળા માટે જાણે કે પ્રસિધ્ધ છે અહી ત્રણ દીવસનો મેળો ભરાય છે, ભગવાન શિવના અનોખા મંદીરમાં અહી મેળો ભરાય છે અને અહી મેળામાં એક થી દોઢ લાખ થી વધુ શ્રીફળ દરરોજ ચઢાવાય છે અને ઝેરી જાનવર કરડવાની પણ બાધા આખડી અહી પુરી કરવામા આવે છે. ઝેરી જાનવર કરડતા એટલે તે સર્પ દંશ ની બાધા આખડી અહી માનવામાં આવે છે તો અહિ પાસે વેલ લીમડાના ઝાડ પાસે ઝેર ઉતારાય છે અને જ્યા સુધી લીમડાના પાન મીઠા ન લાગે ત્યા સુધી ઝેર ન ઉતરે અને મીઠા પાન લાગે કે તરત જ ઝેરી ઉતરી જાય છે. અહિના મહાદેવ પર ભક્તોને પણ અપુર શ્રધ્ધા છે અને જેને લઈને અહિ યોજાતા ત્રિદિવસીય મેળામાં ભક્તો ઉમટી પડે છે. તો મેળામાં લાખ્ખો લોકો મ્હાલવા આ ત્રણ દીવસ દરમ્યાન આવતા હોય છે અને દાદાના દર્શન કરીને મેળો મ્હાલતા હોય છે. કોરોના કાળના બે વર્ષ બાદ જાદર ખાતે ફરી એક વખત આ મેળો ધમધમતો થયો છે. મુધણેશ્વર મહાદેવ થી ઓળખાતા શિવમંદીર ની સ્થાપના મોઘલ કાળમાં થઇ હતી. તો અહિનુ શિવલિંગ પણ અલગ જ છે જે અંતરમુખી શિવલીગ છે આમ તો અન્ય શિવ મંદિરમાં શિવલીંગ ઉપર હોય છે ત્યારે અહિ અંતરમુખી શિવલિંગ છે...એક માન્યતા એવી પણ કહેવાય છે કે અહી શિવ સ્વરુપ નાગ પ્રગટ થયો હતો અને તે બળતો હોઇ તેને બચાવેલ અને બસ ત્યાર થી અહી શીવ મંદીર સ્થપાયેલુ અને ત્યાર થી લોકોમાં અહી સર્પ દંશની માન્યતા છે કે ઝેર ઉતરી જાય અને સર્પ દંશથી પીડીતને શિવ કૃપા થી રાહત મળે આમ આ માન્યતા મુજબ અહી દર વર્ષે શ્રીફળની બાધા પુર્ણ કરવામાં આવે છે. ત્રણ દીવસ ચાલતા આ મેળામાં સાબરકાંઠા અને અરવલ્લી ઉપરાંત મહેસાણાં, પાટણ અને બનાસકાંઠા જીલ્લામાં થી લોકો અહી મેળામાં આવતા હોય છે અને મેળો મહાલતા હોય છે. અહી મોટા પ્રમાણમાં વિશાળ પ્રાંગણમાં આ લોકમેળો ભરાય છે અને જેમાં લોકો મ્હાલીને આનંદ લેતા હોય છે. નાના બાળકોથી માંડીને વડિલો ત્રણ દિવસ સુધી મેળાની મજા લે છે તેની સાથે સાથે દાદાના દર્શન કરીને ધન્યતા પણ અનુભવે છે.જાદરના મેળાને મ્હાલવા સાથે અહી મુધણેશ્વર મહાદેવ પ્રત્યે ભક્તોની અપાર શ્રધ્ધા છે અને જેને લઇને મેળામાં મ્હાલવા સાથે શિવના દર્શન કરવા માટે ભક્તો અહી મોટી સંખ્યામાં આવે છે અને દર્શન સાથે ભક્તો મેળો મ્હાલીને આનંદ માણતા હોય છે. તેની સાથે સાથે મેળાની મજા લઈને આનંદિત થાય છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.