અર્શદીપ ને ખાલીસ્તાની કનેક્શન મામલે સરકાર એક્શનમાં,ઘણા ક્રિકેટરોએ આ ઘટનાની નિંદા કરી
અર્શદીપ સિંહ ભારતીય ક્રિકેટ ટીમના યંગ બોલર છે.પાકિસ્તાન સામેની મેચમાં અર્શદીપ દ્વારા કેચ છૂટ્યો હતો અને ત્યાર બાદ સોશિયલ મીડિયા અને ઘણા પ્લેટફોર્મ પર ઘણો ગુસ્સો અને વિરોધ જોવા મળ્યો હતો.વિકિપીડિયા માં અર્શદીપ ને ખાલીસ્તાની સાથે કનેક્શન જોડવામાં આવ્યું હતું ત્યારે બાદ ભારત સરકારે તેના પર પગલાં પણ લીધા છે.આ ઘટના બાદ સમગ્ર દેશમાં આ મુદ્દાને સિરિયસલી લેવામાં આવ્યો છે.ક્રિકેટમાં આવું ઘણી વખત બનતું હોય છે.પણ તેને દેશ વિરોધી કહેવું યોગ્ય નથી.ઘણા ક્રિકેટરો આ ઘટનાની નિંદા પણ કરી રહ્યા છે. એક વ્યક્તિએ અર્શદીપને પાકિસ્તાનના ક્રિકેટર હસન અલી સાથે સરખાવ્યો હતો ત્યાર બાદ તે વ્યક્તિને ભારતીય લોકોએ તેના આ નિવેદનને વખોડી કાઢ્યું હતું. ટીમ ઈન્ડિયાનાબોલર અર્શદીપ સિંહ દ્વારા એક કેચ છૂટી ગયો હતો જેના માટે તેની ખૂબ ટીકા થઈ રહી છે, એટલું જ નહીં તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ કરવામાં આવી રહ્યો છે. અહિયાં સુધીની વાત સાંજે છે પણ વિકિપીડિયા પર અર્શદીપ સિંહના પેજ પર કેટલાક ફેરફારો કરવામાં આવ્યા હતા અને તેમાં 'ખાલિસ્તાની' સંગઠન સાથે કનેક્શન જોડવામાં આવ્યું હતું. જો કે હાલ આ મામલે ભારત સરકાર સક્રિય બની છે અને IT મંત્રાલય દ્વારા વિકિપીડિયાને નોટિસ મોકલવામાં આવી છે. સૂત્રોનું કહેવું છે કે આવી વાત બતાવવાથી ભારતનો માહોલ બગડી શકે છે આ સાથે અર્શદીપ સિંહના પરિવારની સુરક્ષા માટે પણ ખતરો બની શકે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.